નવસારીના કાલીયાવાડી-ગ્રીડ રોડના મુખ્યમાર્ગે લક્ષ્ય નામની શાળા કાર્યરત છે.આ શાળામાં પરવાનગી વગર વિદ્યાર્થીઓને શિક્ષણ આપાઈ રહ્યાની ફરિયાદ DEOને મળી હતી.આ શાળામાં બેરોકટોક ધો.8 થી 12ના વર્ગો ચાલી રહ્યા છે. ખાસ કરીને ધો.10 અને ધો.12મા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વર્ગો ચાલતા હોવાની અરજી DEO રાજેશ્રી ટંડેલને મળતા તેમણે એક ટીમ તૈયાર કરીને તપાસ કરાવડાવી હતી.ટીમએ તપાસ કરતા વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ ભણતા હોવાનું અને સંચાલકો નહીં હોવાનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરી સંચાલકોને એક દિવસમાં તેમને મળેલા મંજૂરી પત્રનો સહિત તમામ જરૂરી દસ્તાવેજો મંગાવ્યા છતાં આજદિન સુધી સંચાલકોએ DEO સમક્ષ હાજર થયા નથી.
આ મામલે શાળા સંચાલકોનો સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દ્વારા લક્ષ્ય શાળા માટે બોર્ડ પાસે મંજૂરી માગવામાં આવી છે. પરંતુ, મંજૂરી મળી ન હોવા છતા બાળકોને શિક્ષણ કઈ રીતે આપી શકાય તે અંગે કોઈ જવાબ મળી શક્યો ન હતો.
જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્રી ટંડેલનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યુ કે, સંચાલકો પાસે જરૂરી મંજૂરીના પત્રો મંગાવ્યા છે. પરંતુ સંચાલકોએ રજુ કર્યા નથી. શાળા હોય, શૈક્ષણિક એકેડમી હોય તો પણ ડીઇઓની મંજૂરીની જરૂર હોય છે. જો સંચાલકો મંજુરીનો લેટર રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવા સાથે સંચાલકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.