- રથયાત્રાને લઈને મહંત સાથે DGPએ કરી પ્રેસ કોન્ફરન્સ
- 20 જૂને યોજાશે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા
- રથયાત્રાને લઈને આગેવાનો સાથે મળી મહત્વની બેઠક
આગામી 20 જુનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજવા જઈ રહી છે. ત્યારે રથયાત્રાના આયોજન અને તેની તૈયારીઓને લઈને ગુજરાતના DGP વિકાસ સહાય અને ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ પત્રકાર પરિષદ યોજીને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 146મી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને બેઠક મળી હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર આવતા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાન હાજર રહ્યા હતા. તેમની સાથે બેઠકમાં ઊંડી રથયાત્રાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ અમદાવાદનો માહોલ અત્યારે સારો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રથયાત્રા સુખરૂપ યોજાય અને સંપન્ન થાય તે માટે કોમી એકતાનો માહોલ બની રહે તે ખૂબ જ જરૂરી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે રથયાત્રામાં પોલીસ બંદોબસ્ત માટે ખૂબ સારી મહેનત કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રથયાત્રાને લઈને તમામ બાબતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં આશ્વાસન આપતા કહ્યું હતું કે રાજ્યના DGP તરીકે રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે નીકળશે તેનું હું આશ્વાસન આપ્યું છું. આ વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો મહત્વનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રથયાત્રાના રુટનું નિરીક્ષણ કરવામાં આવ્યું
તો બીજી બાજુ, આગામી 20 જૂન યોજાનાર ભગવાન જગન્નાથની 146 રથયાત્રાને લઈને અમદાવાદમાં તંત્ર સંપૂર્ણ સજ્જ છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર દ્વારા રથયાત્રાના રુટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, નિરીક્ષણ સમયે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ હાજર રહ્યા હતા. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અમદાવાદની રથયાત્રાના 21 કિલોમીટરના રૂટનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વધુમાં, મહાનગરપાલિકાએ કોટ વિસ્તારમાં જર્જરીત ઈમારતોને નોટિસ પણ આપવામાં આવી હતી.