અમદાવાદ શહેરમાં પ્રેમ પ્રકરણમાં વધુ એક યુવતીએ પોતોનો જીવ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. શહેર ક્રાઈમ બ્રાન્ચમાં આવેલી ગાયકવાડ હવેલી કેમ્પસમાં બુધવારે મોડી રાત્રે 32 વર્ષની મહિલા ડો. વૈશાલી જોષી મૃત હાલતમાં મળી આવી હતી. આ તબીબે ઇન્જેક્શન લઇને જીવન ટૂંકાવ્યાની(Ahemdabad News) માહિતી મળી રહી છે. આ મહિલા તબીબે આત્મહત્યા કરી છે કે નહીં તે અંગે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યુ છે. ગાયકવાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ખેડા જિલ્લાની મહિલા ડોક્ટરનો આપઘાત
વિગતો મુજબ, ખેડા જિલ્લાના બાલાસિનોરની વતની અને અમદાવાદના શિવરંજની વિસ્તારમાં પીજીમાં રહેતી ડો. વૈશાલી જોશી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. બુધવારે સાંજે 4 વાગ્યે તેમનો મૃતદેહ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં EOW ઓફિસની બહાર બાંકડા પરથી મળી આવ્યો હતો. વૈશાલીની આજુબાજુમાંથી ઈન્જેક્શન મળી આવ્યા હતા, આથી પોલીસને આપઘાત કર્યો હોવાની શંકા ગઈ હતી. આ અંગેની જાણ થતા જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પર્સમાંથી 15 પાનાની સુસાઈડ નોટ મળી
ઘટનાને લઈને મોડી રાત્રે વૈશાલાની માતા-પિતાને જાણ કરાતા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે હવે આ બાબતે તેમની પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ મૃતક મહિલા ડોક્ટરના પર્સમાંથી 15 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના PI બી.કે ખાચર વિરુદ્ધ આરોપ કરવામાં આવ્યા છે અને PI ખાચરના ત્રાસથી કંટાળીને જ યુવતીને આપઘાત કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
PI અને મહિલા તબીબ હતા સંપર્કમાં
PI તેમજ મૃતક મહિલા તબીબ વચ્ચે છેલ્લા 4 વર્ષથી સંપર્કમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે મહિલા તબીબના મોતને લઈને પોલીસ દ્વારા હાલમાં મૌન સેવવામાં આવી રહ્યું છે. તો પોસ્ટમોર્ટમ બાદ જ આપઘાતનું સાચું કારણ સામે આવી શકે છે. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ડો.વૈશાલીના મૃતદેહને પરિવારજનો વતન લઈ ગયા
બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક સાયન્સના તબીબો દ્વારા ડો.વૈશાલીના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો દ્વારા મૃતદેહને પોતાના વતન ખાતે લઈ જવામા આવ્યો હોવાની જાણકારી મળી હતી. જ્યારે આ બાબતે મીડિયા દ્વારા પરિવારજને સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે કોઈ પણ ઉત્તર આપવાની મનાઇ કરી હતી. ડો. વૈશાલીના પરિવારજનોએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.