આજરોજ સુરત શહેર ના યોગીચોક વિસ્તાર માં આવેલા અનુપમ ધ બિઝનેસ હબ ના મીટર માં આગ લાગવાની ઘટના સામે આવી હતી
ફાયર બ્રિગેડ ને ફોન કરતા તે સમયસર ઘટના સ્થળે પહોંચી હતી
મળતી માહિતી મુજબ, અનુપમ બિઝનેસ હબ માં ત્યાં ના જાગૃત નાગરિક એ આગ પર કાબૂ મેળવ્યો હતો તથા આટલા મોટા શોપિંગ સેન્ટર માં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો હતો, જેની સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે,
આ શોપિંગ સેન્ટર માં દુકાનો તથા ગોડાઉન આવેલા છે તથા તેની આજુ બાજુ માં રહેણાંક વિસ્તાર પણ આવેલો છે ત્યારે આટલી મોટી લાપરવાહી થી તક્ષિલા જેવી ઘટના નું ભવિષ્ય માં પુનરાવર્તન ન થાય એ જોવાનું રહ્યું.
ત્યાં ના જાગૃત નાગરિક એ જણાવ્યું હતું કે,”આ શોપિંગ સેન્ટર માં લાંબા સમય થી સફાઈ ની પણ બેદરકારી જોવા મળી રહી છે જેથી મચ્છર નો ઉપદ્રવ પણ જોવા મળે છે તથા ફાયર સેફ્ટી ફક્ત શોભા ના ગાઠીયા સમાન જ રહેલી છે”
આટલા મોટા શોપિંગ સેન્ટર માં આટલી મોટી બેદરકારી સામે આવી હતી તેની સામે SMC દ્વારા ફાયર સેફ્ટી ના કડક પગલાં લેવામાં આવે છે તેવી આશા.