Monday, December 23, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરત અમરોલી બ્રીજ પરથી કુદીને આપઘાત કરવા જઈ રહી હતી યુવતી, ભગવાન બનીને આવ્યો TRB જવાન અને પછી… – જુઓ વિડીયો

આંધળા પ્રેમમાં આંખ બંધ કરીને પડતી યુવતી માટે એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે.કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી ચાર વર્ષ પહેલા એક યુવક સાથે ગળાડૂબ પ્રેમમાં હતી.તેમજ તેની સાથે લગ્ન કરવાના સપના સેવી રહી હતી. જો કે ગઈ રાત્રીએ તેનો પ્રેમી પરણિત તેમજ એક સંતાનનો પિતા હોવાની જાણ થતા યુવતીને(Surat News) ભારે આઘાત લાગ્યો હતો. જે બાદ તેણે પોતે તેની જિંદગી ટૂંકાવી લેવાનું વિચારી લીધું હતું, ત્યારે આજે રોજ અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરવા જઈ રહી હતી. ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાન સહિતના લોકોએ બચાવી તેના પિતાને સોંપી દીધી હતી.

આપઘાતનો પ્રયાસ કર્યો એ દરમિયાન રાહદારીઓએ બુમાબુમ કરી
અમરોલી જૂના જકાતનાકા પાસે ટ્રાફિક પોલીસના તાબા હેઠળના ટ્રાફિક બ્રિગેડનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે બ્રિજ ઉપરથી પસાર થતા રાહદારીઓની નજર તાપી નદીના બ્રિજની લોખંડની ગ્રીલ ઉપર ચડીને કૂદવાનો પ્રયાસ કરતી યુવતી ઉપર પડી હતી,આ દરમિયાન ટ્રાફિક પોલીસચોકી ઉપર ફરજ બજાવતા રાહુલ કૈલાશભાઈ દાયમાને તાત્કાલિક રિક્ષાચાલકે બૂમ પાડીને બોલાવી લીધો હતો.

TRB જવાન રાહુલ કૈલાશભાઈ દાયમાએ યુવતીનો બચાવ્યો જીવ
આ સમય દરમિયાન રાહુલ સતર્કતાથી આપઘાત કરવા જઈ રહેલી યુવતીની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. એ પછી વાતમાં પરોવીને અન્ય લોકો સાથે તેને પકડી રાખી હતી અને તુરંત જ ફાયર કન્ટ્રોલ અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન મહિલાઓ સહિત લોકો દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયરે બ્રિજની જાળીને કટર વડે કાપીને તેને સલામત રીતે બચાવી હતી.

છેલ્લા ચાર વર્ષથી એક યુવકની સાથે ગાઢ પ્રેમ સંબંધમાં હતી
યુવતીની પ્રાથમિક પૂછપરછ કરતાં છેલ્લા ચાર વર્ષથી એક યુવકની સાથે ગાઢ પ્રેમ સંબંધમાં બંધાયેલી હતી. આ યુવતી સાથે પ્રેમી યુવાને અત્યારસુધી પોતે અપરિણીત હોવાનું કહીને સંબંધ શરૂ રાખ્યો હતો, પરંતુ ગઈકાલે યુવતીને પોતાનો પ્રેમી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું જણાયું હતું. પ્રેમીએ દગો કર્યો હોવાનું જણાતાં કતારગામ વિસ્તારમાં રહેતી હતાશ યુવતીએ તાપી નદીમાં કૂદી આપઘાત કરવા જઈ રહી હતી. ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલ દાયમા સહિત લોકોએ યુવતીને આપઘાત કરતા બચાવી લઇને સરાહનીય કાર્ય કર્યુ હતું.

યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું
આ અંગે પોલીસ મહિલા સુરક્ષા મેમ્બર જલ્પા સોનાણીએ કહ્યું કે, તેઓ પોતાની મિત્ર સાથે મોપેડ પર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન યુવતીને તાપી નદીના બ્રિજ પરની ગ્રીલ પર ચડતા જોઈ હતી. એટલે તાત્કાલિક દોડી જઈને તેણીના પગ પકડી રોકી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડ અને ટીઆરબીના જવાનો તથા અન્ય લોકો પણ દોડી આવ્યા હતાં. બાદમાં યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.

TRB જવાનની કામગીરીને અધિકારીઓએ બિરદાવી
યુવતીની માતાનું મૃત્યુ થઈ ગયું હોવાથી પિતા સાથે રહેતી હતી. ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલે આપઘાત કરવા નીકળેલી યુવતીને બચાવી લઇને ખૂબ જ સારી કામગીરી કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેની ફરજને બિરદાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles