આજે રોજ તારીખ ૨૩-૦૪-૨૦૨૩ ના રોજ ઉન્નતિ ફાર્મ માં ગોટી પરિવાર નો સ્નેહમિલન સમારોહ નું આયોજન થયું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ગોરધનભાઈ ઓઢા ભાઈ ગોટી, કેશુભાઈ ગોટી(સમાજ સેવક) કુરજીભાઇ મોહનભાઇ ગોટી, તેમજ મુખ્ય મહેમાન તરીકે મોહનભાઈ ધનજી ભાઈ લાખણી ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ધોરણ ૧-૧૨ ના સમસ્ત ગોટી પરિવાર માં પ્રથમ ૩ ક્રમાંક ના બાળકો ને ઇનામ આપી બાળકો નું પોત્સાહન આપ્યું હતું.
તેમજ જુદી જુદી સમજ લક્ષી પ્રવૃતિઓ ભારત નાટ્યમ, નાટક યોજી સમાજ માં ઊમદુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જેમાં પરિવાર નાજ સભ્યો દ્વારા નાટક તારક મહેતા સિરિયલ પર આધારિત નાટ્ય કૃતિ પ્રસ્તુત કરીને સમાજ ને પરીવાર ને નવો સંદેશ આપવાનો પ્રયાસ કરવાવામાં આવ્યો હતો. ગોટી પરિવાર દ્વારા સુરત માં આ પ્રકારે દર વરસે સ્નેહમિલન સ્મરોહ નું આયોજન કરવામાં આવે છે.
પરિવાર ના સભ્યો ને કઈ રીતે રહેવું આગળ વધવું , મોબાઈલ જીવન માં કઈ રીતે નુકશાન કરે છે એ બાબતે જાગૃતતા આપી હતી.
જેમાં ગોટી પરિવાર ના તમામ ગામ ના સભ્યો એ મોટી સંખ્યા માં હાજરી આપી હતી.