ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ૧૨૫ નવી બસોને નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી સી.આર પાટીલ સાહેબના વરદ હસ્તે લીલી ઝંડી અને રીબીન કાપી ને નવી બસોને લોકાર્પિત કરી.
લોકોની મુસાફરી વધુ સરળ અને સગવડદાયી બને એ દિશામાં બસોનું નવીનીકરણ ગુજરાતનાં વિકાસની હરણફાળને વધુ વેગવંતી બનાવશે અને જન-જનની સુખાકારીમાં ઉમેરો થશે.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા.