ધર્મેશ જેઠવા દ્વારા:ગીર ગઢડા ના થોરડી ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ થયાના બીજા દિવસે ભારે ભવન સાથે વરસાદ વરસતા સપ્તાહનું ડોમ અને ભોજનાલય મંડપ જમીન દોષ થઈ જતાં ભારે નુકશાન થયું હતું અને સ્વયંસેવકો ની મહા મહેનત બાદ ૬ કલાકથી વધુ કઠોર પરિશ્રમ બાદ ફરીથી સાંજના સપ્તાહ શરૂ કરવામાં આવી હતી
થોરડી ગામે વઘાસીયા પરિવાર દ્વારા ગત ૨૩ એપ્રિલ થી ૨૯ એપ્રિલ સાત દિવસ સુધી ગોરધનભાઈ પ્રાગજીભાઈ વઘાસિયા પરિવાર દ્વારા સમસ્ત ગામના પિતૃ મોક્ષાર્થે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રભુચરણ સ્વામીના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થોરડી ગામના હનુમાન મંદિરથી સપ્તાહના મેદાન સુધી પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમસ્ત ગામના લોકો, હરી ભક્તો,ઉધોગપતિઓ સહિતનાઓ જોડાયા હતા
યોજાયેલ ભાગવત સપ્તાહ ના પ્રથમ દિવસે સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી તેમજ ૧૦૧ થી વધુ સંતો ઉપસ્થિત રહી હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા બીજા દિવસે સવારના સમયે વ્યસનમુક્તિ બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં સંતો હરિભક્તો સહિતનાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું. સવારના ૧૧ વાગ્યાના સમયે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા જેઓનું સંતો અને આયોજકો દ્વારા પુષ્પ ગુચ્છ કરી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું
થોરડી જામવાળા સહિતના આસપાસના ગામોમાં બપોર બાદ ૨ વાગ્યાની આસપાસ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભાગવત સપ્તાહ માટે બનાવેલ ડોમ, રસોઈ મંડપ પડી ગયેલ હતું તેમજ ગાદલા,સોફા,ખાવા પીવાની ચીજ વસ્તુઓ પલળી ગયેલ હતી અને ખૂબ મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે અને સદનસીબે જાનહાનિ થઇ નથી.
આ યોજાયેલ સમસ્ત ગામના પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભારે પવન અને વરસાદના કારણે પડી ગયેલ વ્યાસપીઠ, ડોમ,ખુરશીઓ સહિત જમીન દોષ થઈ જતા થોરડી ગામ તેમજ આસપાસના લોકો, હરી ભક્તો,સંતો સહિત ૨ હજાર થી વધુ લોકો સેવામાં જોડાયા હતા અને ૬ કલાક ની મહેનત બાદ ભાગવત કથા શરૂ કરવામાં આવેલ હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.