ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર અને ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ hardik pandya and natasha marriage વેલેન્ટાઈન ડેના અવસર પર બીજા લગ્ન કર્યા. હાર્દિક પંડ્યાએ વિદેશી પત્ની નતાશા અને નતાશાના પરિવાર સાથે ખાનગી ટાપુ પર બીજા લગ્ન કર્યા.
હાર્દિક પદ્યા દ્વારા નતાશાના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે લગ્નની ઉજવણી કરવામાં આવી હતી.
ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે માતા-પિતાએ પોતાના પુત્રોની સામે લગ્ન કર્યા હોય. નતાશા સફેદ લહેંગામાં સુંદર લાગી રહી હતી અને હાર્દિક પંડ્યાએ બ્લેક બ્લેઝર પહેર્યું હતું.આ લગ્નમાં હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ હાજરી આપી હતીહાર્દિક પંડ્યા એ અગાઉ જ અમે બીજી વખત લગ્ન કરી રહ્યા છીએ તેવી જાહેરાત કરી દીધી હતી અને લોકોની લોક ચાહના મેળવી હતી. ચાહકો પણ હાર્દિક પંડ્યા અને નતાશા ના બીજી વખતના લગ્ન જોવા માટે આતુર હતા ત્યારે આતુરતાનો અંત આવ્યો છે. ચોક્કસ છે કે હાર્દિક પંડ્યા અને નતાશા નો દીકરો તેના મિત્રોને જરૂર કહી શકશે કે હું મારા માતા-પિતાના લગ્નમાં હાજર હતો.