- સુધાકર પાંડેએ 3 વેપારીઓ પાસેથી પડાવ્યા રુપિયા
- IAS અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી
- મહાઠગે 3 કંપની પાસેથી રુ. 16 લાખ પડાવ્યા
હાલમાં જ લોકોને ખોટા મોટા અધિકારીઓ બનીને છેતરપીંડિ કરવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હવે અમદાવાદમાં વરિષ્ઠ IAS અધિકારીઓ હોવાની લોકોને ઓળખ આપીને કંપનીઓમાં ફોન કરીને નોકરીની ભલામણ કરતાં શખ્સની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.
તાજેતરમાં જ લોકોને પીએમઓનો અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરતો મહાઠગ કિરણ પટેલ અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સાયબર ક્રાઇમને માહિતી મળી હતી કે, સુધાકર પાંડે નામનો વ્યક્તિ પોતાને સિનિયર IAS ઓફિસર ગણાવે છે અને ટ્રુકોલરમાં તેની ખોટી માહિતી રાખે છે. તેની મદદથી તે સગા-સંબંધીને ફોન કરી રોજગાર અપાવવા માટે જુદી-જુદી નામાંકિત કંપનીઓના ટેલિફોન સંપર્ક ઓનલાઇન સર્ચ કરી મેળવે છે. એટલું જ નહીં મહાઠગે 3 કંપની પાસેથી રુ. 16 લાખ પડાવ્યા છે. તેમજ 3 વેપારીઓને પણ છેતરવાની કોશિશ કરી હતી.
આ અંગે તપાસમાં સામે આવ્યું કે, આ વ્યક્તિ જે-તે કંપનીનો સંપર્ક કરી ખોટું નામ ધારણ કરી છેતરપિંડી આચરે છે. આ બાતમીને આધારે તપાસ કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને વડોદરાથી આરોપી સુધાકર પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને અમદાવાદ લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે સામે આવ્યુ હતુ કે, આરોપી સારી નોકરી મળી રહે તે માટે નામાંકિત કંપનીઓની માહિતી એકત્ર કરી તેનો ટેલિફોનિક સંપર્ક કરીને સિનિયર IAS ઓફિસર તરીકેની ઓળખ આપી તેના સગા-સંબંધીઓને રોજગાર અપાવવા માટે ભલામણ કરતો હતો.
એટલું જ નહીં કેટલાક કિસ્સામાં સારી નોકરી મળે તે માટે જુદી-જુદી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ તમામ પ્લાનિંગ કરીને સિનિયર IAS તરીકેની ઓળખ ટ્રુ-કોલર પર પણ જાતે જ મૂકી હતી. સાયબર ક્રાઇમે આરોપીની પૂછપરછને આધારે વધુ તપાસ હાથ ધરી છે.