- મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન જોડાયાં હતા
- જાણિતી ફેકલ્ટી અને કુશળ સંશોધક તરીકે કામ કરી રહ્યાં છે
- સંસ્થાઓમાં ફરજ બજાવતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સૌપ્રથમવાર કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન જોડાયાં હતા. આ પ્રોગ્રામ શરૂ થયાના ચાર દાયકા જેટલા સમયમાં અહીં અભ્યાસ કરીને નિકળેલા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં અને સંસ્થાઓમાં કોઈ વાઈસ ચાન્સેલર, ડિરેક્ટર્સ, જાણિતી ફેકલ્ટી અને કુશળ સંશોધક તરીકે કામ કરી રહ્યાં છે. કોન્ફરન્સ કમ રિયૂનિયનમાં દેશભરની અનેક સંસ્થાઓમાં ફરજ બજાવતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.