- લેન્ડફોલ 15 જૂને જખૌ બંદર નજીક થશે
- વાવાઝોડાની ઝડપ 165થી 175 કિમી પ્રતિ કલાક
- આગામી 24 થી 48 કલાકમાં દરિયાની અસર વધુ ઘાતક
રાજ્યના દરિયાકિનારે હાલમાં બિપોરજોયનો સંકટ વર્તાય રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીની પણ નજર રહેલી છે. આ માટે બિપોરજોય અંગે IMD સહિત તમામ સંસ્થાઓએ પ્રેઝન્ટેશન રાખ્યું હતું. જેમાં IMD દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે તોફાનની ઝડપ 165 થી 175 કિમી પ્રતિ કલાક રહી શકે છે.
આ અંગે IMDના DG મૃત્યુંજય મહાપાત્રાનું નિવેદન આપ્યું છે કે,વાવાઝોડાને લઈ IMD દ્વારા રેડ એલર્ટ આપ્યું છે. જેની સાથે જ વાવાઝોડાનું લેન્ડફોલ 15 જૂને જખૌ બંદર નજીક થશે. આ વાવાઝોડાની ઝડપ 165થી 175 કિમી પ્રતિ કલાક રહી શકે છે. અને તે ભયંકર વાવાઝોડાના લક્ષણો દર્શાવી રહ્યું છે.
ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી
વાવાઝોડાના અંગે ગુજરાત માટે આગાહી કરતાં IMD વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં 15 તારીખે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ દરિયામાં ઉંચા મોજા ઉછળશે. એટલું જ નહીં ભારે વરસાદના કારણે કેટલાંક વિસ્તારોમાં પૂરની પણ શક્યતા રહેલી છે. જેના કારણે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.
પવનની ઝડપ અને વાવાઝોડાની અસરના કારણે રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં વીજ થાંભલા, કચ્છના મકાનોથી લઈ, સોલર પેનલ અને કાચા મકાનોને પણ નુકસાન થઈ શકે છે. જેની સામે પણ સાવચેતી રાખવાની વિશેષ જરૂર છે. આગામી 24 થી 48 કલાકમાં દરિયાની અસર વધુ ઘાતક બનશે તેવી પણ IMD દ્વારા આગાહી કરવામાં આવી છે.
NDRF-SDRF ની ટીમો પણ એલર્ટ પર
આ તરફ વાવાઝોડુ ટકરાવાની શક્યતા હોય ત્યાં NDRF તૈનાત કરવામાં આવી છે. જેમાં 10 જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં NDRFની 2-2 ટીમ તો મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં NDRFની 1-1 ટીમ અને કચ્છ, દ્વારકા, જામનગરમાં SDRFની 2 ટીમ તૈનાત થઈ છે. જ્યારે વડોદરામાં વધારાની 3 ટીમ રિઝર્વ રહેશે. તેમજ 4 ટીમ અન્ય રાજ્યોમાંથી બોલાવવામાં આવી છે.