- વાવાઝોડુ ઓમાન તરફ જઇ શકે તેવી શક્યતા
- વાવાઝોડુ વારંવાર બદલી રહ્યું છે દિશા
- હાલ ચક્રવાત દરિયામાં સ્થિર છે
IMDએ બિપોરજોય વાવાઝોડાને લઈ તસ્વીર જાહેર કરી છે. જેમાં બિપોરજોય વાવાઝોડાને લઈ IMDનું અનુમાન છે કે વાવાઝોડુ ઓમાન તરફ જઇ શકે તેવી શક્યતા છે. તથા વાવાઝોડુ વારંવાર દિશા બદલી રહ્યું છે. તેમજ હાલ ચક્રવાત દરિયામાં સ્થિર છે.
બિપોરજોય ચક્રવાત ગુજરાતમાં નહીં ટકરાય
IMDએ જણાવ્યું છે કે બિપોરજોય ચક્રવાત ગુજરાતમાં નહીં ટકરાય. તથા ચક્રવાત ગુજરાતથી પાસેથી પસાર થશે. તેમજ દરિયાઇ કાંઠે ભારે પવન સાથે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે. બિપોરજોય વાવાઝોડાને લઈ IMDનું અનુમાન છે કે વાવાઝોડું ઓમાન તરફ જઇ શકે તેવી શકયતા છે. કારણ કે વાવાઝોડું વારંવાર દિશા બદલી રહ્યું છે. તેમજ હાલ ચક્રવાત દરિયામાં સ્થિર છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ
ચક્રવાત ગુજરાતમાં નહીં ટકરાય જેથી ગુજરાતમાં ખતરો ઓછો છે. જેમાં ચક્રવાત ગુજરાતથી પસાર થશે જેથી દરિયાઇ કાંઠે ભારે પવન સાથે વરસાદ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે.