– આઇટી કંપનીના મેનેજરના રૂ. 1.44 લાખના દાગીના ચોરી ગયાઃ ઘોડદોડ રોડનું દંપતી માતા-પિતાને ઘરે ગયું અને તસ્કરો ઘૂસ્યા
અમરોલી-કોસાડ રોડના આંબેડકરનગરમાં રાત્રીના સમયે બંઘ ઘરનું તાળું તોડી રૂ. 1.44 લાખ અને ઘોડદોડ રોડની સુરૂચી સોસાયટીમાં ભર દિવસે તાળું તોડી રૂ. 1.45 લાખના દાગીના ચોરીને ભાગી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
અમરોલી-કોસાડ રોડ સ્થિત આંબેડકરનગરમાં રહેતા સચિનની કંપનીના આઇ.ટી મેનેજર શશીકાંત દિનેશ ચૌહાણ (ઉ.વ. 35) શનિવારે રાતે વતન ભરૂચના વાલીયા ખાતે રહેતા માતા-પિતાના ઘરે બિમાર પુત્ર જીયાનને લેવા જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી મેઇન દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ. 1.44 લાખની મત્તાના ચોરીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા વતનથી દોડી આવેલા શશીંકાંતે ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કારમાં ચાર ચોર આવ્યા હતા.
જે પૈકી બે ચોર કારમાંથી ઉતરી સીસીટીવીનો પ્લગ કાઢી નાંખ્યા બાદ ચોરીનો કસબ અજમાવ્યો હોવાનું નજરે પડતા પોલીસે તેના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે. જયારે ઘોડદોડ રોડ સ્થિત સુભાષ હોલ નજીક સુરૂચી સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ પુખરાજ જૈન (ઉ.વ. 42) ના ઘરને ભર દિવસે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઓમપ્રકાશ ભટાર વિસ્તારમાં રહેતા માતા-પિતાના ઘરે અને તેની પત્ની બે પુત્ર સાથે પિયરમાં ગઇ હતી તે દરમિયાન તાળુ તોડી સોનાના દાગીના અને મોપેડની આર.સી બુક મળી કુલ રૂ. 1.45 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.