- ફાઇનલ મેચની ટિકિટ ગણતરીની મિનિટમાં વેચાઇ ગઇ
- માત્ર 20 મિનિટમાં ઓનલાઇન તમામ ટિકિટ બુક થઇ
- 28 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ મેચ
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી IPL ફાઇનલ મેચને લઇને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી બે પ્લેઓફ મેચો – ક્વોલિફાયર 2 અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ આ રવિવારે (28 મે) અમદાવાદમાં થશે અને ફાઈનલ મેચની ટિકિટ આજથી ઉપલબ્ધ થઈ છે અને માત્ર 20 મિનિટમાં જ ઓનલાઈન ટિકિટ બુક થઈ છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ IPL ની ફાઇનલ અમદાવાદમાં યોજાઈ રહી છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો અમદાવાદ પહોંચી શકે છે. જેના માટે માત્ર 20 મિનિટમાં ઓનલાઇન તમામ ટિકિટ બુક થઇ છે. જે પણ એક અનોખો રેકોર્ડ બન્યો છે.
જો તમે પણ આઈપીએલ ફાઈનલ મેચ જોવાનું વિચારી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રમાનારી IPL ફાઈનલ મેચની ટિકિટની કિંમત 1,500થી 65,000 વચ્ચે હશે. ફાઈનલ માટેની ટિકિટ Paytm એપ અને વેબસાઈટ બંને પર ઉપલબ્ધ હશે. આઈપીએલ 2023ની ફાઈનલ ટિકિટો આજથી Paytm ઈન્સાઈડર એપ પર ઉપલબ્ધ થશે.
IPL 2023ની ફાઇનલ ટિકિટ ક્યારે ઉપલબ્ધ થશે?
IPL 2023 ફાઇનલ ટિકિટ અન્ય તમામ યુઝર્સ માટે બુધવારે એટલે 24 મે આજે બપોરે 12 વાગ્યાથી ઉપલબ્ધ થશે. બીસીસીઆઈએ એ પણ સુનિશ્ચિત કર્યું છે કે ટિકિટના બ્લેકિંગને રોકવા માટે તેમની પાસે કોઈ ઓફલાઈન ટિકિટનું વેચાણ નહીં થાય. ક્વોલિફાયર 2 માટેની ટિકિટો પહેલેથી જ વેચાણ પર છે અને યુઝર્સ Paytm એપ્લિકેશન અને વેબસાઇટનો ઉપયોગ કરીને તેમની ટિકિટ ખરીદી શકે છે.
IPL 2023 પ્લેઓફની પહેલી બે મેચ ચેન્નાઈમાં રમાશે. MA ચિદમ્બરમ સ્ટેડિયમ મંગળવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર 1નું આયોજન થયું હતું જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે આજે એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટકરાશે. IPLની ફાઈનલ મેચ ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચની ટિકિટનું વેચાણ શરૂ થયું હતું.