Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

IPL ફાઈનલની ઓફલાઈન ટિકિટ માટે સ્ટેડિયમની બહાર પડાપડી

  • ઓનલાઈન બાદ ઓફલાઈન ટિકિટ માટે પણ ભીડ
  • મોટી સંખ્યામાં લોકોએ પાછા ફરવું પડ્યું
  • અવ્યવસ્થા ઊભી થતાં કાઉન્ટર બંધ કરવા પડ્યા

IPL-2023 હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ત્યારે પ્લેઓફની મેચમાં રમાઈ રહી છે. આ માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે અને બીજી ક્વૉલિફાયર માટે મુંબઇ અને ગુજરાત વચ્ચે જંગ જામશે તે પહેલાં અમદાવાદમાં ફાઈનલની ટિકિટ માટેનું વેચાણ શરૂ થયું છે. જેમાં ઓનલાઈન બાદ ઓફલાઈન ટિકિટ ખરીદવા માટે લાઈન લાગી છે.

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઇપીએલની ફાઇનલ જોવા માટેની ટિકીટ લેવા માટે લોકોની પડાપડી થઇ રહી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાંથી ખાસ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, આ તમામ લોકો ફાઇનલની ટિકીટ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આઈપીએલની સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટ માટે લાગી લાંબી લાઈનો લાગી છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર દર્શકો હજારોની સંખ્યામાં ફિઝિકલ ટિકીટ લેવા પહોંચ્યા છે. ધોમધખતા તાપમાં પણ સ્ટેડિયમમાં હજારોની ભીડ જામી હતી, આ કારણોસર છેલ્લા એક કલાકથી વધુ સમયથી ટિકીટ વહેંચણી બંધ કરવામાં આવી હતી. સ્ટેડિયમમથી લઇને બ્રિજની નીચે સુધી લોકોની ભીડ જોવા મળી રહી છે.

એટલું જ નહીં કેટલાંક લોકોએ ટિકિટ લીધા વગર પણ પરત ફરવાની સ્થિતિ પણ ઊભી થઈ હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે IPL દ્વારા પણ ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી. થોડાં સમય બાદ ફરી એકવાર ટિકિટ બારી શરૂ કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles