રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયુ તેમજ અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો તથા અમદાવાદમાં IPL ક્રિકેટની ફાઇનલની ટિકિટની કાળા બજારી સામે આવી અને રાજ્યમાં આજથી બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી આ સિવાયના મહત્વના સમાચાર…
વધુ વાંચો : રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત, છ મહિનામાં 7 મોત
રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયુ છે. જેમાં CAનો અભ્યાસ કરતા 25 વર્ષીય યુવાનનું મોત થયુ છે. તેમાં ઘરે વાંચતા વાંચતા અચાનક યુવાન ઢળી પડ્યો હતો. જેમાં પરિવારજનો સવારે ઉઠાડવા જતા યુવાન મૃત્યુ હાલતમાં થયો હતો.
વધુ વાંચો : અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીના આપઘાત મામલે થયો ચોંકાવનારો ખુલાસો
અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પગાર ના મળતા કર્મચારીઓ આપઘાત કર્યો હતો. તેમાં બે દિવસ પહેલા જાતને સળગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
વધુ વાંચો : અમદાવાદમાં IPL ફાઇનલની ટિકિટની કાળા બજારી, 2 યુવાનોની ધરપકડ
અમદાવાદમાં IPL ક્રિકેટની ફાઇનલની ટિકિટની કાળા બજારી સામે આવી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ટિકિટની કાળી બજારી જોવા મળી છે. તેમાં ચાંદખેડા પોલીસે 15 ટિકિટ સાથે બે યુવકોની ધરપકડ કરી છે.
વધુ વાંચો : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
રાજ્યમાં આજથી બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી છે. જેમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તથા 8 જિલ્લામાં સામાન્ય વરસાદની સંભાવના છે.
વધુ વાંચો : ‘મન કી બાતે બધાને સાથે લાવવાનું કામ કર્યું’, PM મોદી
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સૌથી પ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના 101મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. આ પ્રોગ્રામ વર્ષ 2014થી શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પીએમ મોદીની સરકારના કાર્યક્રમનું નાગરિકો સુધી પહોંચવાનું મુખ્ય માધ્યમ બની ગયું છે.
વધુ વાંચો : નવા સંસદ ભવન પર RJDનું વિવાદિત ટ્વીટ, BJPનો સણસણતો જવાબ
નવા સંસદ ભવનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દેશના 21 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવાની માંગ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. જેમાં આરજેડી અને જેડીયુ સામેલ છે. નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન બાદ લાલુ યાદવનું RJDનું નવા સંસદ ભવનને લઈને વિવાદાસ્પદ ટ્વીટ સામે આવ્યું છે. આ દ્વારા પાર્ટીએ નવા સંસદ ભવન પર કટાક્ષ કર્યો છે.
વધુ વાંચો : ચારધામ યાત્રામાં સતત વધી રહ્યા છે શ્રદ્ધાળુઓ, 40 લાખથી વધુનું રજીસ્ટ્રેશન
ખરાબ હવામાન છતાં ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ચારધામમાં આવનારા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એક અંદાજ મુજબ એક દિવસમાં લગભગ 60 હજાર ભક્તો રોજનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. કેદારનાથ ધામ માટે મહત્તમ નોંધણી થઈ રહી છે.
વધુ વાંચો : તુર્કીમાં આજે ફરી ચૂંટણી, એર્દોગનની ખુરશી બચશે કે ‘ગાંધી’ બનશે રાષ્ટ્રપતિ
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન છેલ્લા 20 વર્ષથી સત્તા પર છે તે આગામી 5 વર્ષ માટે રહેશે કે નહીં તેનો નિર્ણય આજે લેવામાં આવશે. તુર્કીમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન છે. પ્રથમ તબક્કાનું મતદાન 14 મેના રોજ થયું હતું. પ્રથમ રાઉન્ડમાં કોઈને બહુમતી મળી નથી. આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ એર્દોગન અને તેમના પ્રતિસ્પર્ધી કેમલ કિલિકદરોગ્લુ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
વધુ વાંચો : આજે GTvsCSKની ટક્કરઃ જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ
IPL 2023 નો સૌથી મોટો મુકાબલો આજે એટલે કે 28 મેના રોજ રવિવારે સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે રમાશે. GTvsCSK ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીની અધ્યક્ષતામાં ચેન્નઈની ટીમ પહેલી ફાઈનલિસ્ટ બની હતી. આ પછી હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સ શુક્રવારે ક્વોલિફાયર -2 જીતીને ફાઈનલમાં પહોંચી હતી. તો જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લાઈવ મેચ.