- સ્ટેડિયમ ની બહાર ભીડ વધતા પોલીસનો બળ પ્રયોગ
- ભીડ કાબૂમાં લેવા સામાન્ય બળ પ્રયોગ કર્યો
- ચાલુ મેચે પોલીસે સ્ટેડિયમનો મેઈન ગેટ બંધ કરાવ્યો
IPL-2023 ની મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે સ્ટેડિયમ પર મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું છે. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટેની લોકોની ભીડ વધી છે. જોકે, મેચ ચાલુ થઈ ગયા બાદ પણ પ્રેક્ષકોનો ધસારો યથાવત જોવા મળ્યો હતો. જેને લઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક તરફનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. જે પછી ભીડ વિખેરવા પોલીસે સામાન્ય બળનો પ્રયોગ કરવો પડ્યો હતો.
આ દરમિયાન ટિકિટ વગર કેટલાક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવાનો પ્રયાસ કરતા તેમજ સ્ટેડિયમ બહાર ભીડ વિખેરવા પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ગેટ આગળ બેરીકેડથી સ્ટેડિયમનો પ્રવેશનો રસ્તો બંધ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જે અંતે થાળે પડ્યો હતો અને પરિસ્થિતિ સામાન્ય બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અડધી મેચ પૂરી થવા આવી ત્યારે પોલીસે લોકોને ફ્રીમાં સ્ટેડિયમની અંદર એન્ટ્રી આપી હતી. આ દરમિયાન લોકો બેકાબૂ બની ગયા હતા. ત્યારે ટોળાને કાબુમાં લેવા અને સ્થિતિ પર નિયંત્રણ બનાવી રાખવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન લોકો એકબીજા પર પડ્યા હતાજોકે, અડધી મેચ પૂર્ણ થવા આવી હતી તે દરમિયાન પોલીસ દ્વારા મોદી સ્ટેડિયમના દરવાજા ખોલી ફ્રીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેને લઇને મોટી સંખ્યામાં લોકોએ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા દોડધામ કરી હતી.
પોલીસ દ્વારા બેરીકેટ લગાવવામાં આવ્યા હતા જે કૂદી કૂદીને લોકો અંદર પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન બેરીકેટ પરથી 5થી 6 લોકો નીચે પડ્યા અને ઇજાગ્રસ્ત થયા. આ દરમિયાન વધુ પડતી ભીડ એકત્રિત થઇ હતી જેને લઇને પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જેમાં સામાન્ય વિવાદ બાદ મામલો થાળે પડ્યો હતો.