રાજુલા શહેરમા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી….
રાજુલા શહેરના તળાવ પાસે આવેલ ગાયત્રી મંદિર ખાતેથી શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો. અને શહેરના કનુભાઇ લહેરી માર્ગ, પોલીસ સ્ટેશન ચોક, ટાવર રોડ, માર્કેટિંગ યાર્ડ,પરશુરામ માર્ગ, સહીત મુખ્ય માર્ગો ઉપર પસાર થઇને શોભાયાત્રાનુ ભરત નગરમાં આવેલ બ્રહ્મ સમાજ વાડીમાં સમાપન થયું હતું
આ શોભાયાત્રમા બ્રહ્મસમાજના અગ્રણીઓ ભાનુદાદા રાજગોર,મનોજભાઈવ્યાસ દિલીપભાઈજોશી,કનકભાઈ જાની,જયેશભાઇત્રિવેદી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જીલ્લાના ઉપપ્રમુખ નીતિનભાઈ પંડ્યા, રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બીપીનભાઈવેગડા,મયુરભાઈદવે,મનોજભાઈમહેતા, પ્રવીણભાઈત્રિવેદી, હરેશભાઈતેરૈયા,જીતેન્દ્રભાઈ તેરૈયા, સ્વસ્તિક સાપ્તાહિક ના તંત્રી સંજીવભાઈજોશી પત્રકાર ચેતનભાઇવ્યાસ પત્રકાર જગદીશભાઈ ઝાંખરા સહીત સમસ્ત બ્રહ્મસમાજના લોકો જોડાયા હતા.
ડીજેના તાલ સાથે ભાઇઓ/બહેનો રાસ ગરબે રમી જૂમી ઉઠયા હતા. અને બગીમા પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી.
રાજુલા ના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઇ ડેર દ્ધારા ઠંડી લચ્છી વિતરણ કરવામાં આવ્યું હતું.
બ્રહ્મ સમાજ માજના આગેવાન મનોજભાઈ વ્યાસ દ્વારા ગુલાબ શરબતનુ વિતરણ કરવામાં આવ્યું ક્રિષ્ના ફિલ્ટર નિલેશભાઈતેરેૈયા દ્વારા ઠંડા પીણા નું વિતરણ કરવામાં આવ્યું
લોકોએ પરશુરામ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. રાજુલામા પરશુરામ જન્મોત્સવ ની આસ્થાભેર ઉજવણી કરવામા આવી હતી. પત્રકાર મિત્રો દ્વારા કવરેજ લેવામાં આવ્યું હતું
રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો….