- પરિણીતા પાસે આરોપીએ 23 હજાર પડાવ્યા હતા, 3 ફોનધારક સામે દુષ્પ્રેરણા ગુનો
- મહિના પહેલાં ઉત્રાણમાં ટ્રેન નીચે પડતું મુક્યું હતું, સાસરિયા સામે શંકાની સોય
મહિના પહેલા જહાંગીરપુરામાં રહેતી આસિટન્ટ મહિલા પ્રોફેસરે ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. મહિલા પ્રોફેસરને તેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી 23 હજારની રકમ પડાવી હતી. જેના કારણે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.જેને લઈ મહિલા પ્રોફેસરના પિતાએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે 3 મોબાઇલ નંબરોના ધારકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. સાથે પરિણીતાના પતિ અને સાસરી પક્ષની સામે પર શંકાની સોય વ્યક્ત કરી છે.
જહાંગીરપુરામાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ 16મી માર્ચએ બપોરે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. મહિલા પ્રોફેસરે આપઘાત કરવાના એક દિવસ પહેલા નાની બેનના મોબાઇલ પર વોટ્સએપ મેસેજ કર્યો હતો. મેસેજમાં તેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ મોક્લ્યો હતો. આથી તાત્કાલિક નાની બેનએ મોટી બેનને વાત કરી હતી.
જેમાં તેણે જણાવ્યું કે, મારા મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. તેમાં એક્સેસમાં કોન્ટેક્ટ એસએમએસમાં યસ કરેલું હતું. મને ઘરે અને કોલેજના સમયે બ્લેકમેલીંગ કરી ખોટા મેસેજ કરે છે. મારા ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી મારી પાસેથી યુપીઆઈ ઉપરથી 3000, 1500, 6000, 1500 અને 8000 રૂપિયા તેમજ પેટીએમ એપ્લીકેશન મારફતે 3 હજાર બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરેલા હતા.
આસિટન્ટ મહિલા પ્રોફેસર જે ત્રણ નંબરોથી વોટસએપ કોલ આવ્યો તે નંબરો પાક.ના છે
આસિટન્ટ મહિલા પ્રોફેસર જે 3 નંબરોથી વોટ્સએપ કોલ આવ્યો હતો તે નંબરો પાકિસ્તાનના છે. કેટલીક ગેરકાયદે એપ્લીકેશન છે. જેના પરથી ઠગ ટોળકી જે તે દેશનો કોડ નંબર અને ફોન નંબર લખી સોશ્યિલ મીડિયા થકી વાત કરતી હોય છે એવુ પોલીસે જણાવ્યું છે.