ગીરનું ઘરેણું ગણાતા સિંહોનો ખુલ્લેઆમ લાઇન શો સામે ઊઠયા સવાલો…
રાજુલાના કોવાયા-રામપરા માં વન વિભાગના કર્મચારીઓ દ્વારા થતા લાઇન શો નો વિડિયો થયો વાયરલ…..
વનવિભાગના ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર દ્વારા લાઇન શો ની ઘટનાથી વાડ ચીભડા ગળે તેવો ઘાટ ઘડાયો……
ખાંભા:(દશરથસિંહ રાઠોડ દ્વારા)
અમરેલી જીલ્લો એટલે સિહોનો ગઢ માનવામાં આવે છે ત્યારે એશિયાન્ટિક સિંહો ગુજરાત સાથે દેશનું ગૌરવ હોય ને ગૌરવ ગણાતા સિંહોનો સુરક્ષા પાછળ સરકાર કરોડો રૂપિયા વાપરી રહી છે પણ કહેવત છે ને કે વાડ જ ચીભડાં ગળે તેમની માફક વનવિભાગના કર્મીઓની હાજરીમાં
ગાંધીનગર પાસિંગ GJ 18BG 4924 નંબર ની કાર સાથે અનેક ટુ વ્હીલર્સ વાહનો સાથે સિંહનો લાઈન શો થતો હોવાનો વિડીયો અમરેલી જીલ્લાના સોશીયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે ત્યારે સિંહોની સુરક્ષાની જવાબદારી નિભાવતા વનવિભાગના કર્મીઓ જ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે ને વનવિભાગના કર્મચારીઓ જ લાઈન શો કરીને માલેતુજાર બનતા હોવાની વ્યાપક ચર્ચાઓ વચ્ચે બિલાડીને દૂધનું રખોપું સોંપ્યા જેવો વનવિભાગે ઘાટ ઘડયો હોવાની પ્રતીતિ જણાઈ રહી છે જ્યારે ગીરનું ઘરેણું ગણાતા સિંહોનો વન વિભાગના કર્મચારીઓ દ્વારા જ લાઇન શો કરતા હોવાનો વિડિયો વાયરલ થતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી શેત્રુજી ડિવિઝન તળે આવતા રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી પંથકમાં ૫૦ ઉપરાંતના સિંહોનો વસવાટ હોય ને સિંહો સુરક્ષામાં તૈનાત કર્મીઓ જ જૉ આ સિંહ દર્શન કરા હોય તે સૌથી શરમજનક બાબત વનવિભાગ માટે ગણવી પડે તેમ લખવું પણ અતિશયોક્તિ ભર્યું નથી જ ત્યારે આ વિસ્તારોમાં સિંહોના લાઈન શો રોજબરોજ થતા હોવાની વહેતી વાતો વચ્ચે વનવિભાગના સ્થાનીક અધિકારીઓ સમગ્ર ઘટના અને લાઈન શો અંગે જાણતા હોવા છતાં આંખ આડા કાન કરતા હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે ત્યારે અન્ય કોઈ સિંહો ની પજવણી કે સિંહો સાથે છેડછાડ કરે તો ફરિયાદ દાખલ કરવી કે દંડનો દંડો ઉગામતુ વનતંત્ર પોતાના કર્મીઓ દ્વારા થતા લાઈન શો સામે કેવા પગલાં ભરે તે તો સમય જ કહેશે પણ વાસ્તવિકતા જોઈએ તો હંમેશા વનવિભાગના અમુક કર્મીઓની મેલી મુરાદ ને કારણે ગીરનું ઘરેણું ગણાતા સિંહો ઓશિયાળા બન્યા હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે જ્યારે શેત્રુજી ડિવિઝન ના ડી.સી.એફ. જયંત પટેલ સિંહો માટે જાગૃત છે પણ પોતાના કર્મીઓ જ પાછળથી પોતાના પોતીકા ઓને સાચવવા કે પૈસા કમાવવા અંગે આવા કૃત્યો કરતા હોય ત્યારે શેત્રુજી ડિવિઝન વન વિભાગના ડી.સી.એફ. જયંત પટેલ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે ને તપાસ સાથે આ કાર કોની અને બાઇક કોના કોણ કોણ કર્મીઓ આ લાઈન શો માં સામેલ છે તે સમગ્ર બાબતો સામે વનવિભાગ પગલાં ભરશે કે પછી જય જય ગરવી ગુજરાત……
વન વિભાગ એકશન મોડમાં : લાઇન શો માં શામેલ ફોરેસ્ટ ગાર્ડ સહિત ૮ ની બદલી.
શેત્રુંજી ડિવિઝન નીચેના રાજુલા રેન્જના કોવાયા વન વિભાગના ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર દ્વારા ખુલ્લેઆમ લાઇન શો કરવામાં આવ્યો હતો અને લાયન્સ નો વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને યુદ્ધના ધોરણે જ લાઇનશો માં સામેલ ફોરેસ્ટ ગાર્ડ મહેશ મેર સહિત ૮ ફોરેસ્ટ ગાર્ડ બદલી કરી આપવામાં આવી હોવાનુ શેત્રુંજી ડી.સી.એફ જયંત પટેલે જણાવ્યુ હતું આ લાઇન શો ના પ્રકરણમાં અન્ય કેટલા વન વિભાગના કર્મચારીઓ સામેલ છે તેમને લઈ વન વિભાગ દ્વારા એસીએફ ને તપાસ સોંપવામાં આવી હોવાનું ડીસીએફ જયંત પટેલે જણાવ્યું હતું….