રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ ચાલી રહ્યો છે. ગઈકાલે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રા પ્રવેશી હતી. આજે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી રાહુલ ગાંધી પદયાત્રા(Bharat Jodo Nyay Yatra in Gujarat) યોજાઇ હતી. ત્યાર પછી રાહુલ ગાંધીએ દાહોદ બસ સ્ટેન્ડથી લાલ જીપમાં બેસી રોડશો યોજ્યો હતો. રાહુલ ગાંધીની આ યાત્રા પંચમહાલના ગોધરામાં પણ પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ જાહેર સભાનું આયોજન કર્યું હતું.
ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા
ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી હતી. મુફ્તી આછોદી માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં જ્યાં રાહુલ ગાંધીએ જાહેરસભાને [પણ સંબોધી પણ હતી. તેમણે કહ્યું છે કે, હિન્દુસ્તાન નફરતનો દેશ નથી. ભારતમાં યુવાનોને રોજગાર આપવામાં આવતો નથી. નાના દુકાનદારો અત્ત્યારે ખુબ ખરાબ હાલત ચાલી રહી છે. દરેક સેક્ટરમાં અત્યારે માત્ર અદાણી જ જોવા મળે છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, નાના વેપારી પાસે જતા રૂપિયા અત્યારે અદાણી પાસે થઈ રહ્યા છે. અત્યારે હથિયાર પણ અદાણીની કંપની બનાવી રહ્યું છે.
કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં 30 લાખ ખાલી જગ્યા ભરવામાં આવશે
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું છે કે, દેશમાં એવો કોઈ યુવાન નથી જેને અગ્નીવિર યોજના સારી લાગતી હોય. દેશના સૈનિકોને પણ અગ્નિવિર યોજના યોગ્ય લાગતી નથી. યુવાનોને રોજગારીના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં યુવાનોને રોજગારી આપવાનો કોંગ્રેસે ગેરંટી આપી રહ્યું છે અને કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં 30 લાખ જેટલી ખાલી જગ્યા ભરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું છે, પરીક્ષા તો લેવાય છે પણ પેપર કેમ ફૂટી જાય છે. પેપર લીક ન થાય તે માટે અલગ કાનૂન બનાવીશું. અમારી સરકાર બનશે તો પેપર લીક થતા રોકવામાં આવશે. જો કોઈ પેપર લીક કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરીશું. સરકારી એજન્સી પાસે જ પેપર છાપવાની છૂટ આપીશું.
ખેડૂતોનું દેવું માફ કરીશું
સરકાર પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ભાજપની સરકાર ઉદ્યોગપતિનું દેવું માફ કરી રહી છે. અમારી સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 5 હજાર કરોડ રૂપિયાનું ગરીબ યુવાનો માટે ફંડ રાખવામાં આવશે. નવું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં માટે ગરીબ યુવાનોને મદદ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.