રાજુલાના ૨૨ આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્માન આરોગ્ય શીબીર દ્વારા ૧૨૦૦ ઉપરાંત લાભાર્થીઓને લાભ અપાયોઆયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી રાજુલા તળેના ૨૨ આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્માન આરોગ્ય શીબીરનુ આયોજન કરવામા આવ્યુ હતું
.જેમા ૧૨૪૦ લાભાર્થીઓ દ્વારા શીબીરનો લાભ લઈ લોકોને આરોગ્યની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ હતી.જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત જોષીના માર્ગદર્શન હેથળ રાજુલા તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્માન આરોગ્ય શીબીરમાં બિનચેપી રોગોનુ સ્ક્રીનીંગ અને સારવાર,માતા અને બાળ આરોગ્ય સેવાઓ,હેલ્થ આઈ.ડી.કાર્ડ,આયુષ્માન કાર્ડ,ટીબીનું સ્ક્રીનીંગ અને સારવાર,આયુષ સેવાઓ,યોગા,મેડિટેશન અને પોષણ જેવી વિવિધ વેલનેસ પ્રવુતિઓ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામા આવ્યા હતા.આયુષ્માન આરોગ્ય શીબીરને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા,મેડિકલ ઓફિસરો,કૉમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને આરોગ્ય સ્ટાફ દ્વારા ફરજ બજાવી સ્થળ પરજ લોકોને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામા આવી હતી જે યાદીમા જણાવેલ છે જે યાદીમા જણાવેલ છે.