ગુજરાત સરકારના મેલેરીયા મુકત ગુજરાત અભિયાનને સાકાર કરવા અને આજ રોજ ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસની આ વર્ષની થીમ ઝીરો મેલેરીયાના હેતુને સિદ્ધ કરવા તાલુકા આરોગ્ય કચેરી રાજુલા તળેના આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોને મેલેરીયા અંગે જનજાગૃતિ કેળવવા રેલીનુ આયોજન કરી કામગીરી હાથ ધરાઈ.
રાજુલા તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે મેલેરીયા અંગે જનજાગૃતિ માટે લધુ અને ગુરુ શિબિરો,ભીતસુત્રો અને ગ્રુપ મીટીંગો સહિતની વિવિધ પ્રવૃતિઓ દ્વારા લોકોને મેલેરીયાથી બચવા શુ કરવુ તેવી જનજાગૃતિ કરવામા આવશે તેમજ ગયા વર્ષે રાજુલા તાલુકામા ૨૮૦૦૦ ઉપરાંત લોહીના નમૂના લઈ મેલેરીયા અંગેનો ટેસ્ટ કરી નિદાન કરવામાં આવેલ સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સ્ટાફ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરી તાવના દરેક કેસની સારવાર અને પોરાનાશક કામગીરી કરાઈ રહી છે.
આ રેલી જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત એમ.જોષી અને ઈ.એમ.ઓ. ડૉ.એ.કે.સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર ફરી આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો જેમા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા,સુપરવાઈઝર સંજયભાઈ દવે અને આશા બહેનો સહિતનો આરોગ્ય સ્ટાફ રેલીમા જોડાયો હતો.
લોકોને બિનજરૂરી ભરાયેલ પાણીનો નિકાલ કરી સંગ્રહ કરેલ પાણીને હવાચુસ્ત ઢાકણાથી બંધ કરવા અને ઘરોમા મચ્છરદાનીનો ઉપયોગ કરવાનુ જણાવી પોતાના ઘરની ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવી રાખવા અને મેલેરીયા નાબુદી કાર્યક્રમમા તમામ નાગરીકો યોગદાન આપી સહભાગી બને તેવુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાની યાદીમા જણાવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે