તમાકુ મુક્તિની આ વર્ષની થીમ “WE Need Food Not Tobacco” (“અમને ખોરાકની જરૂર છે, તમાકુની નહી”) તેમજ તમાકુના સેવનથી શરીર પરની હાનિકારક અસરોને અવગત કરવા અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવાના ઉદેશ સાથે તાલુકા હેલ્થ ઓફિસ રાજુલા તળેના આરોગ્ય સ્ટાફ દ્વારા ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે લોકોમા જનજાગૃતિ લાવવા માટે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી રેલીનુ આયોજન કરવામા આવેલ.જેમા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા,સંજયભાઈ દવે અને માલતીબેન પીપળીયા સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
વિશ્વમાં તમાકુ અને તેની બનાવટોના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે.તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડાં સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હૃદય ફેફસાં પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીનનું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે.ત્યારે લોકોને તમાકુના સેવનથી થતા રોગો અને આડઅસરોથી વાકેફ કરવા વિવિધ સૂત્રો અને બેનરો સાથે વિશાળ જન જાગૃતિ રેલી શહેરના જુદાજુદા રસ્તાઓ પર પરિભ્રમણ કર્યું હતુ. “જિંદગી પંસદ કરો,નહી કે તમાકુ” એવા સૂત્રો સાથે નીકળેલી રેલીએ આકર્ષણ જમાવ્યું હતું.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાના જણાવ્યા અનુસાર તમાકુની આદત છોડવી મુશ્કેલ બાબત નથી.તેમા નિકોટીન એક મજબૂત ઝેરી વ્યસન છે.કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનુ વ્યસન છોડી શકે છે તેમજ જીલ્લા કક્ષાએ ઈ.એમ.ઓ. ડૉ.એ.કે.સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ ટોબેકો કાઉન્સેલર રિયાજભાઈ મોગલ અને સોશ્યલ વર્કર નરેશભાઈ જેઠવા દ્વારા અમરેલી જીલ્લામા તમાકુ મુક્તિ માટે સુંદર કામગીરી કરાઈ રહી છે જે યાદીમા જણાવેલ છે.