રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવપોર્ટનાં લીગલ મેનેજર અને બ્રહ્મ સમાજનું ગૌરવ એવા શ્રી દેવેન્દ્ર પંડયાએ સંગીત ક્ષેત્રે ભારે સફળતા મેળવી
રાજકોટ ખાતે ઓડીશન આપ્યુંઃ સીંગ દિલ સે કાર્યક્રમમાં લોકોની વાહ વાહ
દેવેન્દ્ર પંડયાએ અમદાવાદમાં યોજાયેલી “રિધમ“ગાયન સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મોમેન્ટો અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું દેવેન્દ્ર પંડ્યા, ગુજરાત પિપાવાવ પોર્ટમાં લીગલ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમને સિંગિંગ નો ખૂબ જ શોખ છે અને તેમણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ટ્રોફીહાંસલ કરી છે.
દેવેન્દ્ર પંડયાની આ સફળતા તેમના સંગીત પ્રત્યેના સમર્પણ અને મહેનતને દર્શાવે છે. પિપાવાવમાં સાથે કામ કરતા કર્મચારીઓ પણ દેવેન્દ્ર પંડ્યાના ફોલોઅર્સે છે. રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજ ના આગેવાનો અને પીપાવા પોર્ટ ના કર્મચારીઓ દ્વારા સિંગિંગ ક્ષેત્રે સારી પ્રગતિ કરે એવા અભિનંદન પાઠવ્યાછે.