- અમદાવાદમાં શાયોના કલર્સ અને શેમોરોક કેમિકલ પર દરોડામાં કૌભાંડનો પર્દાફાશ
- કલોલમાં હરિ ઓમ મેટલ, શાયોના ઈન્ડસ્ટ્રીઝમાં તપાસ
- આરોપીને તા. 13 જૂન સુધીના રિમાન્ડ
સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે, રૂ. 15.62 કરોડની ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના કૌભાંડમાં પરેશ દયાળજી પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપી પરેશ દળાળજી પટેલને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને તા. 13 જૂન સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે. તાજેતરમાં SGST વિભાગે, બોગસ બિલિંગ કૌભાંડમાં અમદાવાદની શાયોના કલર્સ પ્રાઈવેટ લિમિટેડ અને શેમોરોક કેમિકલ પ્રા. લિ. પર દરોડા પાડયા હતા. આ બંન્ને કંપનીઓ પર દરોડા અને તપાસની કાર્યવાહીમાં જપ્ત કરાયેલા વાંધાજનક દસ્તાવેજો અને માહિતીને પગલે કલોલમાં આવેલ હરિ ઓમ મેટલ અને શાયોના ઈન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. SGSTની તપાસમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ વ્યવહારોમાં ફક્ત કાગળ પર જ માલસામાનની હેરફર દર્શાવીને ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હોવાનું અને ITCની રકમ અન્ય લાભાર્થીઓને પાસ ઓન કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરેશ દયાળજી પટેલ તથા અન્ય શખ્સો દ્વારા વધુ પેઢીઓ ઓપરેટ કરવામાં આવતી હોવાની શક્યતા છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસને અંતે બોગસ બિલિંગ અને ખોટી રીતે મેળવાયેલી ITCની રકમનો આંક વધે તેવી શક્યતા છે.
SGST વિભાગ દ્વારા તાજેતરમાં બોગસ બિલિંગ મારફતે મોટાપાયે કરચોરી કરનારાઓને શોધી કાઢવા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદની શાયોના કલર્સ પ્રાઈવેટ લિમિટેડ અને શેમોરોક કેમીકલ પ્રા. લિ. પર દરોડા પાડયા હતા અને આ તપાસ કાર્યવાહીના સંદર્ભમાં કલોલમાં આવેલ હરિ ઓમ મેટલ અને શાયોના ઈન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને તપાસ હાથ ધરાઈ હતી. પરેશ દયાળજી પટેલની પેઢીઓમાં માલસામાનની ભૌતિક હેરફરે વિના ગુજરાત ખાતેની પેઢીઓ પાસેથી રૂ. 12.37 કરોડ અને મહારાષ્ટ્રની પેઢીઓ પાસેથી રૂ. 3.25 કરોડની બોગસ ઈન પુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ કેસમાં આરોપી પરેશ દયાળજી પટેલની મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેને તા. 8 જૂન સુધીના રીમાન્ડ અપાયા હતા અને ત્યારપછી તેના રિમાન્ડ તા. 13 જૂન સુધી લંબાવવામાં આવ્યા છે.