- ભરત પસ્તાગીયા નામના ક્લાર્કનો વિડીયો થયો વાયરલ
- વિડીયોમાં સાઉથ ઝોનના અધિકારીનો પણ ઉલ્લેખ
- ગેરકાયદે બાંધકામના રૂપિયા લેવાની ચર્ચા
લોકોની પાસે લાંચ લેવાના મામલે ઘણી વખત ACB દ્વારા ટ્રેપ કરવામાં આવતી હોય છે ત્યારે હવે સુરતમાં એક અધિકારીના પૈસા લઈ રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના આકારણી વિભાગનો ક્લાર્ક એક ખાનગી ઓફિસમાં બેસીને પૈસા લઈ રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના ઉધના બી ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા ભરત પસ્તાગીયા નામનો ક્લાર્કનો એક વિડીયો વાયરલ થયો છે. નોંધ કરવા જેવી બાબત એ છેકે ક્લાર્કનો વિડીયો વાયરલ થયો છે તે ક્લાર્ક આવતીકાલે રીટાયર્ડ થાય છે તેના એક દિવસ પહેલાં જ વિડીયો વાયરલ થતાં આ વિડીયો ક્યારનો છે તે અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.
આ વિડીયોમાં સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી ઓફિસમાં પૈસા લેતો નજરે પડે છે. કોઈ વ્યક્તિ પાસેથી 40 હજાર રૂપિયા લઈ રહ્યો છે તે વિડીયો વાયરલ થયો છે. જોકે, આ વિડીયોમાં કેટલીક જગ્યાએ અવાજ બંધ કરી દેવામા આવ્યો છે તેમાં કેટલાક કોર્પોરેટરો અને અધિકારીના નામ બોલી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.
જોકે, આ પૈસા પાલિકાના ક્લાર્કે શા માટે લીધા તે અંગે કોઈ સ્પષ્ટ થતું નથી આ ઉપરાંત વિડીયોમાં કેટલીક જગ્યાએ અવાજ મ્યુટ કરી કરી દેવામા આવ્યો છે અને આ વિડીયો ક્યારનો છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. આ ઉપરાંત ક્લાર્ક આવતીકાલે રીટાયડ થાય છે ત્યારે જ વિડીયો વાયરલ થયો છે તે અંગે પણ અનેક અટકળો ચાલી રહી છે.