દાહોદ શહેરમાં એક જ રાત્રિમાં એક સાથે 8 ફલેટના તાળા તૂટતા શહેરમાં ભય સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. આઠ મકાનોમાંથી કેટલુ અને શું ચોરાયુ તે હાલ જાણી શકાયુ નથી. બીજી તરફ દાહોદ શહેરમાં તસ્કરોએ આતંક મચાવતા જાણે ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
એપાર્ટમેન્ટના રહેવાસીઓમા ભય ફેલાયો
ગતરોજ મોડી રાત્રિના સમયે દાહોદ શહેરમાં આવેલ ત્રણ એપાર્ટમેન્ટમા સામુહિક ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો છે. જેમાં અક્ષર એપાર્ટમેન્ટ પાંચ ફલેટ, રાધે એપાર્ટમેન્ટ બે ફલેટ, દ્રષ્ટિ એપાર્ટમેન્ટ એક ફલેટમા મળી 9 ફલેટના સાગમટે તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો છે.તેને કારણે સ્થાનિકોમા ભય ફેલાયો છે.શુ ચોરાયુ અને કેટલો મુદ્દામાલ ચોરાયો તેની તપાસ શરુ કરવામા આવી છે.
યુવાન તસ્કરો શસ્ત્ર સરંજામ સાથે સુસજ્જ થઈ ને આવ્યાં હતા.
દાહોદ શહેરમાં આવેલ અક્ષર એપાર્ટમેન્ટ જે વૈભવી એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. ત્યારે આવા એપાર્ટમેન્ટમા ચોરીનો પ્રયાસ થતા ભય ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ દાહોદ શહેરમાં પગ પેસારો કર્યો છે અને બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. આ એપાર્ટમેન્ટમા સીસીટીવી કેમેરા પણ હોવાથી તસ્કરીની ઘટના તેમા કેદ થઈ ગઈ છે.તસ્કરો યુવાન દેખાઈ રહ્યા છે અને તેઑ શસ્ત્ર સરંજામ સાથે સજ્જ થઈ ને આવ્યા હોવાનુ પણ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે.અહી સીક્યુરીટી ગાર્ડ પણ હોવા જ જોઈએ તેમ છતા સામુહિક ચોરીનો પ્રયાસ પોલીસને પડકાર સમાન લાગી રહ્યો છે.બી ડીવીઝન પીઆઈએ જણાવ્યુ હતુ કે જે તે લોકોને બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.