- માંગરોળના કુંવારદા નજીકથી ઝડપાયો માદક પ્રદાર્થ
- કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
- પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
સુરતમાંથી મોટા પ્રમાણમાં માદક પ્રદાર્થનો જથ્થો ઝડપાયો છે. સુરતના કોસંબા પોલીસે શહેરના માંગરોળના કુંવારદા નજીકથી 500 કિલો માદક પ્રદાર્થ સાથે 4 લોકોને ઝડપી પાડ્યા છે. આરોપી માદક પ્રદાર્થના જથ્થાને અલગ અલગ વિસ્તારમાં પહોંચાડેએ પહેલા જ પોલીસની ટીમે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બાતમીના આધારે પાડ્યા દરોડા
રાજ્યમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે. છતા અવારનવાર રાજ્યમાં નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. તેવામાં સુરતના કોસંબા પોલીસે શહેરના માંગરોળના કુંવારદા નજીકથી 500 કિલો માદક પ્રદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપી માદક પ્રદાર્થના જથ્થાને અલગ અલગ વિસ્તારમાં પહોંચાડેએ પહેલા જ કોસંબા પોલીસની ટીમે બાતમીના આધારે 4 શખ્સોની ઝડપી પાડવામાં સફળ થઇ છે. ઝડપી પાડ્યા છે. કોસંબા પોલીસ આરોપી પાસેથી રૂપિયા 50 લાખથી વધુની કિંમતનો 500 કિલો માદક પ્રદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દરોડા દરમિયાન પોલીસે 500 કિલો માદક પ્રદાર્થનો જથ્થો, 2 ટેમ્પા ,એક કાર અને 2 બાઇક સહિત રૂપિયા 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 4 શખ્સોને જેલ હવાલે કરીને પૂછપરછમાં આ માદક પદાર્થનો જથ્થો કોણ સામેલ છે. કોણે સપ્લાઇ કર્યો છે? તે દિશામાં કોસંબા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.