તારીખ:- 08/06/2025 ને રવિવાર ના રોજ
સુરત માં વસતા સમસ્ત માલાણી પરિવાર નો 12 મો સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિ માં તેજસ્વી અને પ્રતિભાશાળી બાળકો ને ઇનામ આપી નવાજવામાં આવ્યા, તેમજ પરિવાર ની બાળાઓ દ્વારા પ્રસંગ અનુરૂપ વિવિધ કૃતિ ઓ અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.

પરિવાર ના પ્રમુખશ્રી, મંત્રી, મહામંત્રી, ખજાનચી અને મોવડી મંડળ દ્વારા પરિવાર ના બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમારોહ ના અંતે સામુહિક ભોજન યોજાયું.

વડીલો દ્વારા, યુવાનો માં ઝડપ થી ફેલાતું વ્યસન બાબતે ચિંતા કરી, વ્યસનો થી દૂર રહી પરિવાર ની કેળવણી બાબતે વિશેષ ભાર મૂકી પરિવાર ની વૃદ્ધિ અને સમૃદ્ધિ વધે એ બાબતે વિશેષ કાળજી લેવા નો આગ્રહ રખાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.