Sunday, December 22, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરત/ કુંવારી માતાએ પાપ છુપાવવા બાળકીને તરછોડી- કીડીઓએ કરડી ખાધા બાદ 1 દિવસની બાળકીનું મોત

થોડા દિવસો અગાઉ સુરતના કતારગામ વિસ્તારમાંથી નવજાત બાળકીને તરછોડી(Surat Girl Child Abandoned) હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નિપજ્યું હતું. ત્યારે કતારગામ પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રની 16 વર્ષીય કિશોરી કુંવારી માતા બનતા બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.જેનો ભેદ આખરે ઉકેલાઈ જવા પામ્યો છે.

સોમવારે બાળકી બાળાશ્રમ બહારથી મળી હતી
ત્રણ દિવસ અગાઉ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમ ના દરવાજા નજીકથી ત્યજી દેવામાં આવેલી બે દિવસથી નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિક વિસ્તારમાંથી પસાર થતાં રાહદારી ની નજર માસુમ બાળકી ઉપર પડી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ સેવા અને કતારગામ પોલીસને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે માસુમ નવજાત બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં બાળકીને સારવાર અર્થે ખસેડી આગળની તપાસ કતારગામ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને ખસેડવામાં આવી ત્યારે તેણીનું વજન 1.38 કિલો હતું. જ્યારે શરીરે સામાન્ય ઇજાઓ પણ મળી આવી હતી. જોકે બાળકીને ઇન્ટર્નલ ઇનજરી છે કે કેમ તે જાણવા હોસ્પિટલ દ્વારા જરૂરી રિપોર્ટ્સ કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

બાળકીનું થયું મોત
ટૂંકી સારવાર બાદ બાળકીનું આખરે મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કતારગામ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ એક રિક્ષાના આધારે કતારગામ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી અને હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સીસીટીવીના આધારે કરી તપાસ
આ તરફ કતારગામ પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને ખાનગી હોસ્પિટલોમાં પણ પૂછપરછ હાથ ધરી બાળકીના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી સુરત નવી સિવિલ હોસ્પિટલના nicu વોર્ડમાં સારવાર હેઠળ રહેલી માસુમ નવજાત બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી કતારગામ પોલીસે આઈપીસી ની કલમ 304 નો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ખાનગી નર્સિંગ હોસ્પિટલમાં ડિલિવરી કરાવવામાં આવી હતી
કતારગામ પોલીસની તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજ ની અંદર માત્ર એક ઓટો રિક્ષાના રજીસ્ટ્રેશન નંબરના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો. કતારગામ પોલીસે ઓટોરિક્ષા ના રજીસ્ટ્રેશન નંબરના આધારે ચાલકને ઝડપી પાડી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી. જે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્રના દંપત્તિ દ્વારા પોતાની સગીર વયની દીકરીની કતારગામ ખાતે આવેલી ખાનગી નર્સિંગ હોસ્પિટલમાં ડિલિવરી કરાવવામાં આવી હતી.

જે દંપત્તિએ ઓટો રીક્ષા ભાડે કરાવ્યા બાદ બાળકીને અનાથ આશ્રમ ના દરવાજા પાસે તરછોડી દીધી હતી. જેથી કતારગામ પોલીસ ખાનગી નર્સિંગ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જામ હોસ્પિટલના તબિબ અને નર્સની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા મૂળ મહારાષ્ટ્રના દંપત્તિ દ્વારા પોતાની સગીર વયની દીકરી ની ડીલેવરી હોસ્પિટલમાં કરાવી હતી.જ્યાં સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ બદનામી ના ડરથી દંપતીએ બાળકીને તરછોડી દેવાનો નિર્ણય કર્યો હતો.

આ ઘટનામાં કરે કોઈ ઔર અને ભરે કોઈ ઓર જેવો ઘાટ જોવા મળ્યો છે. જેમાં સગીર વયની દીકરી અને યુવક વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધથી ગર્ભ રહી નવજાત બાળકી અવતરી હતી.પરંતુ બદનામીના ડરથી તરછોડી દેવાયેલ બાળકી અંતે મોતને ભેટી હતી.જે ઘટનામાં હવે પોલીસે તમામ સામે કાયદાકીય રાહે કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles