- વેપારીઓએ આપેલી બેંક એકાઉન્ટની માહિતીની ખરાઈ કરાશે
- રિકવરી વખતે વેપારીઓ બતાવેલા ખાતાં ખાલી રાખી બીજા જ ખાતા ઓપરેટ કરે છે
જીએસટીએ વેપારીઓએ આપેલી બેંક માહિતીની ખરાઈ ચાલુ કરી છે. જે વેપારીઓ રિફંડ લે છે અને અન્ય ડીલરો છે એ તમામની વિગતો ચેક થઈ રહી છે. ખાસ કરીને ડિલરોના કેસમાં ચેકિંગ દરમિયાન એવી માહિતી આવી રહી છે કે અનેક વેપારીઓએ પાનકાર્ડ ખોટા બતાવ્યા છે કે બતાવ્યા જ નથી અથવા તો અનેક વેપારીઓના બેન્ક એકાઉન્ટ જ બંધ છે. આ વિગતો બાદ આવનારા સમયમાં બેન્કો પાસેથી જ વિગતો લઇને એ ખરાઈ પણ શરૂ થઇ શકે છે કે કેટલાં વેપારીઓના એક કરતા વધુ બેન્ક એકાઉન્ટ છે. ડિપાર્ટમેન્ટ સૂત્રો કહે છે કે જ્યારે રિકવરી કરવાની હોય ત્યારે વેપારીઓ બતાવેલા ખાતામાં કોઈ રકમ રાખતા જ નથી. બીજા જ ખાતા ઓપરેટ કરતા હોય છે.
હાલમાં સિસ્ટમ અપગ્રેડ કરવા માટે વિગતોની ચકાસણી કરાશે
સાઉથ ગુજરાતમા અંદાજે ચાર લાખ જેટલા વેપારીઓ નોંધાયેલાં છે. વેપારીઓ જ્યારે નવો નંબર લે ત્યારે એકાઉન્ટની વિગતો આપતા હોય છે. હાલ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે વેપારીઓના બેન્ક ખાતાની વિગતો ચકાસવામાં આવી રહી છે, જેમાં વેપારીઓએ આપેલી વિગતો યોગ્ય છે કે કેમ, પાનકાર્ડ યોગ્ય છે કે કેમ વગેરે ચકાસવામાં આવી રહ્યુ છે.
ડિપાર્ટમેન્ટ એક સાથે બે કામગીરી કરશે
‘ વિભાગ દ્વારા બેન્કોની વિગતો અપગ્રેડ કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. જે વિગતો વેપારીએ આપી છે તેની એક રીતે ખરાઈ પણ થઈ રહી છે. ’ > રોમિત રમેશ ગોયેલ, સી.એ.
એકથી વધુ ખાતા નિકળશે તો બેંકો પાસે વિગત મંગાશે
હાલમાં આવા વેપારીઓને મેસેજ પણ આવી રહ્યા છે અને ભૂલ -સુધારા કરી લેવાનું કહેવામાં આવી રહ્યુ છે. ઉપરાંત જેની માહિતી બરાબર છે તેમને પણ મેસેજ થઈ રહ્યા છે. સૂત્રો કહે છે કે આવનારા સમયમાં આધાર લિન્ક કરવાની કામગીરી બાબતે પણ મેસેજ આવી શકે છે. પાન-આધાકકાર્ડ લિન્ક થયા બાદ જો એકથી વધુ ખાતા હશે તો બેંકો પાસે માહિતી મંગાઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.