ગુજરાત(gujarat): સમગ્ર દેશમાં મોંઘવારીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. મોંઘવારીએ અનાજથી લઈને જીવન જરૂરી અનેક વસ્તુઓમાં માજા મુકી છે. ત્યારે આપણે એમ થયું હોઈ છે કે, અનાજના ભાવ વધુ હોવાથી ખેડૂતોને ખુબ મોટો ભાવ મળતો હશે. પરંતુ આ વાત સાચી નથી.
જામનગર(Jamnagar)માં આવેલા બજરંગપુર ગામમાં સવજીભાઈ દોમડિયા નામના એક ખેડૂત રહે છે. સવજીભાઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal Marketing Yard)માં 8 મણથી વધારે એટલે કે, 166 કિલો ડુંગળી(onion) વેચી હતી. તેમને 166 કિલો ડુંગળીના માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા.
સવજીભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, માત્ર મણના 31 રૂપિયા ભાવ મળતો હોવાથી અમારી મહેનત પાણીમાં જઈ રહી છે. સવજીભાઈએ વધુ વાત કરતા જણાવ્યું કે, 10 મણ ડુંગળીનું ઉત્પાદન કરવા માટે અમને 1500 જેટલો ખર્ચો થાય છે. જયારે અમે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા માટે જઈએ છીએ ત્યારે અમારે મજબૂરીમાં પાણીના ભાવે વેચવી પડે છે.
તેમને વધુમાં કહ્યું કે, ડુંગળી વેચતી વખતે મહેનત તો ઠીક પણ ઉત્પાદન માટેનો કરેલો ખર્ચો પણ નિકળતો નથી. તેમને કહ્યું કે, જો અમને એક મણના 200 રૂપિયા મળે તો પણ અમારો ઉત્પાદનનો નીકળી જાય, જોકે તેમાં પણ અમારી મજૂરી તો બાદ જ છે.
સવજીભાઈએ જે ડુંગળીની વેચી હતી તેની વેચાણ રસીદ હાલ ખુબજ વાયરલ થઈ રહી છે. સવજીભાઈએ વધુ વાત કરતા ડુંગળીના ઉત્પાદન થી લઇ વેચાણ સુધીના તમામ ખર્ચા જણાવ્યા હતા. વેચાણ પહોંચમાં વાહનનું ભાડું 220 રૂપિયા, ચઢાવ અને ઉતારનો ખર્ચ 16 રૂપિયા, ઠલવાઈનો ખર્ચ રૂપિયા 4 આમ મળીને કુલ ખર્ચ 249 રૂપિયા થયો હતો. આ ખર્ચની સામે એક મણ ડુંગળીના 31 રૂપિયાના ભાવને કારણે 8 મણના માત્ર 259.30 રૂપિયા જ થાય છે. આ તમામ ખર્ચ બાદ કરતા માત્ર 10 રૂપિયા જ ખેડૂત સવજીભાઈના હાથમાં આવ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનો એક ખેડૂત ડુંગળી વેચવા માટે 70 કિમી દૂર ગયો હતો, પરંતુ તેની 512 કિલો ડુંગળી માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવી હતી. આ રીતે, ખેડૂતને તેના પાક માટે રૂ.512 મળ્યા, જેમાં તેમને પાકને બજારમાં લઇ જવાનો ખર્ચ બાદ કરીને માત્ર 2 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો. વેપારીનું કહેવું છે કે, ખેડૂતની ડુંગળીની ગુણવત્તા નબળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.