[ad_1]
- સહકારી બેન્કો પાસે રોકડના અભાવથી ગ્રાહકોની માથાકૂટ વધશે
- કેટલીક બેંકોએ ફરજિયાતપણે પુરાવા લેવાનું નક્કી કર્યું
- ફોર્મટનું ફોર્મ ગ્રાહકો પાસેથી ભરાવીને લેવા આદેશ આપી દીધો
રૂ.2,000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત બાદ આવતીકાલથી નોટની અદલાબદલીનો કારભાર શરૂ થશે. નાગરિકોને હાલાકી પડે નહીં તે માટે તમામ તકેદારી રાખવા RBIએ બેંકોને સૂચના આપી છે. આમ છતાં બેંકોએ RBIના પરિપત્રનું ખોટું અર્થઘટન કરીને નાગરિકોને રંજાડવા તખ્તો ઘડી નાંખ્યો છે. કેટલીક ખાનગી અને સહકારી બેંકોએ નાગરિકો પાસેથી ફરજિયાતપણે આધારકાર્ડ, પાનકાર્ડ અથવા અન્ય કોઈપણ પ્રકારના ઓળખના પુરાવા લેવાનું નક્કી કરી લીધું છે. એટલું જ નહીં તમામ બ્રાંચોને પુરાવા સાથે નક્કી કરેલા ફોર્મટનું ફોર્મ ગ્રાહકો પાસેથી ભરાવીને લેવા આદેશ આપી દીધો છે.
નોટબંધી સમયે કેટલીક બેંકોમાં એકાએક મોટી સંખ્યામાં રોકડ રકમ જમા થતાં RBI અને ઇન્કમટેક્સ વિભાગે આટલી મોટી રકમ કોણે જમા કરી તેની વિગતો માંગી હતી, પરંતુ નોટબંધી સમયે બેંકમાં રૂપિયા બદલવા માટે આવનારા વ્યક્તિઓની કોઈ જ વિગત બેંકોએ રાખી નહીં હોવાથી કેટલીક સહકારી બેંકોની હાલત પાતળી થઈ ગઈ હતી. સહકારી બેંકોએ કરન્સી માટે અન્ય રાષ્ટ્રીયકૃત બેંકો ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્યારે આવતીકાલથી કેટલા લોકો આવશે તે નક્કી નથી. મોટી સંખ્યામાં ગ્રાહકો નોટ બદલાવવા સહકારી બેંકો ઉપર પહોંચશે તો અરાજકતા ઊભી થવાની સંભાવના છે. કેમકે, હાલ સહકારી બેંકો મર્યાદિત માત્રામાં રૂ.500, 200 અને 100ની નોટ ઉપલબ્ધ છે.
[ad_2]