Friday, April 4, 2025

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

વડોદરા: બ્યૂટી પાર્લરમાં પત્ની તેના પ્રેમી સાથે કરતી હતી કામલીલા ત્યાં અચાનક આવ્યો પતિ…

Vadodara Beauty parlor News: વડોદરામાં આજવારોડ પરના કોમ્પ્લેક્સના એક બ્યૂટી પાર્લરમાં પ્રેમી સાથે ભર બપોરે રંગરેલિયા મનાવતી પત્નીને પતિ અને તેના મિત્રએ રંગે હાથ બીભત્સ હાલતમાં (Vadodara Beauty parlor News) ઝડપી પાડતાં પત્ની અને તેના પ્રેમીએ પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો.

પતિએ પત્નીની વિરિદ્ધમાં નોંધાવી ફરિયાદ
આ અંગે મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના એક ગામમાં રહેતા વિશ્વાસે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, હું માતા સાથે રહી ખેતી કામ કરું છું. ઓગસ્ટ 2009માં મે વડોદરામાં રહેતી દિપીકા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં.

લગ્ન બાદ એક પુત્ર છે જે શાળામાં અભ્યાસ કરે છે. મારે અને પત્ની સાથે વારંવાર ઝઘડો થતાં એક વર્ષ પહેલાં તે વડોદરા ખાતે તેના પિતાના ઘેર રહેવા માટે જતી રહી હતી. બાદમાં પત્નીએ મારી પર ત્રાસની પોલીસમાં ફરિયાદ તેમજ કોર્ટમાં ભરણપોષણ અને છૂટાછેડાનો કેસ કર્યો છે.

બ્યુટીપાર્લરમાં પત્નીને કઢંગી હાલતમાં પ્રેમી સાથે પતિએ ઝડપી
મારી પત્નીને અમારા ગામમાં રહેતા પ્રેમ પટેલ સાથે આડા સંબંધો છે. મારી પત્ની વડોદરામાં આજવારોડ પર પંચમ પાર્ટી પ્લોટની સામેના કોમ્પ્લેક્સમાં એક બ્યૂટી પાર્લર ચલાવે છે અને પ્રેમ વારંવાર મારી પત્નીને મળવા જાય છે તેવો મને શક હતો. તા.3ના રોજ બપોરે હું અને મારો મિત્ર બંને સ્કૂટર પર સરદાર એસ્ટેટથી આજવારોડ જતા હતા ત્યારે મારી પત્નીના બ્યૂટીપાર્લરના કોમ્પ્લેકસના પાર્કિગમાં તેના પ્રેમીની કાર જોતાં મને શક ગયો હતો અને હું તેમજ મારો મિત્ર બંને બ્યૂટી પાર્લર પર ગયા હતાં.

પતિએ જણાવી આપવીતી
રિસેપ્શનમાં બે છોકરીઓને પૂછતાં એક છોકરીએ દીદી કરીને બૂમ પાડતાં જ મને શક ગયો હતો અને છથી સાત ફૂટ ઊંચા કેબિનમાં ઉપર ચડીને જોયું તો પત્ની અને તેનો પ્રેમી બંને કઢંગી હાલતમાં હતાં. હું કૂદીને અંદર ઉતર્યો તો પત્નીએ મને ખભા પર બચકું ભર્યું હતું અને તેના પ્રેમીએ મને લાત મારી હતી. મારો મિત્ર કેબિનની ઉપર ચડીને મોબાઇલમાં શુંટિંગ ઉતારતો હતો ત્યારે પત્નીએ મોબાઇલ ઝૂંટવી લીધો હતો જેથી મિત્ર પણ કૂદીને અંદર આવતા તેને પગે ફેક્ચર થયું હતું. આ વખતે પત્નીનો પ્રેમી દરવાજો ખોલીને ભાગી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles