રાજુલા શહેર તેમજ તાલુકાની હજારો દીકરીઓને શિક્ષણ આપતી સંસ્થા નગરપાલિકા સંચાલિત ટી. જે. બી.એસ.ગર્લ્સ હાઇસ્કુલ મા ક્લાસરૂમ માટે તેમજ વિવિધ સુવિધાઓ માટે ગ્રાન્ટ ફાળવવા માંગ અહીં કાયમી માટે મહિલા આચાર્ય મુકાય તેવી માંગ કરવામાં આવે છે.
રાજુલા શહેર તાલુકાની હજારો દીકરીઓને શિક્ષણ આપતી ગર્લ્સ સ્કૂલમાં વિવિધ સુવિધાઓ આપવા માંગ ઉઠવા પામી છે ઉપરાંત મહિલા આચાર્યની પણ કાયમી વરણી થાય તેવી રજુઆત માંગ ઉઠવા પામી છે
જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં આવેલી ટી જે બી એસ ગર્લ્સ સ્કૂલમાં શહેર તાલુકાની હજારો દીકરીઓ અભ્યાસ કરી ચુકી છે અને હાલમાં અભ્યાસ કરી રહી છે આ સ્કૂલમાં ધો.૮ થી ૧૨ સુધીનો અભ્યાસ છે વર્ષો જૂની આ શાળા નગરપાલિકા સંચાલિત છે ત્યારે અહીં વિવિધ સુવિધાઓ વધારવા માંગ ઉઠવા પામી છે
અહીં ઘણા ઓરડાઓ જર્જરિત છે તે ઓરડાઓ નવા બનાવવામાં આવે તો શિક્ષણ મળી રહે પાણી તેમજ રમત ગમત ના સાધનો વિવિધ આધુનિક સુવિધાઓ શિક્ષણ સાથે દીકરીઓને મળે તો આશીર્વાદરૂપ છે કારણ કે અહીં શહેર તાલુકાની જરૂરિયાતમંદ દીકરીઓ અભ્યાસ કરી રહી છે આ શાળાના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
આ ઉપરાંત ઘણા સમયથી મહિલા આચાર્યની જગ્યા ખાલી છે દીકરીઓના નાના મોટા પ્રશ્નો મહિલા આચાર્ય સુલેહપૂર્વક સમજી શકે પણ અહીં મહિલા આચાર્ય ઘણા સમય થી નથી ઉપરાંત જે મહિલાઓ શિક્ષક છે તે આચાર્યનો ચાર્જ લેતા નથી આથી આ શાળામાં કાયમી મહિલા આચાર્ય ની નિમણૂંક આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.