ગૂજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત 108 એમ્બ્યુલન્સ સેવા આજે દેવદૂત સમાન બની..
આજ રોજ અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના વિક્ટર ચોકડી 108 ની ટીમ ને વહેલી સવારે 08:01 કલાકે એક રાજુલા તાલુકા ના ખેરા ગામ નો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથેજ વિક્ટર ચોકડીની 108 ની ટીમ તુરંત સ્થળ પર પોહોચી અને તપાસ કરતા જાણવા મળ્યું કે એક સગર્ભા મહિલા છે જે ને છકડો રિક્ષા દ્વાર દવાખાને લઈ જવામાં આવે છે ત્યારે 108 ની ટીમ સ્થળ પર પહોંચે છે અને અને જોવે છે કે એક સગર્ભા મહિલા ને છકડો રિક્ષા મા લઈ ને આવે છે જે થી તે સગર્ભા ને 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામાં આવે, પરંતુ તે સગર્ભા મહિલા ને છકડો રિક્ષામાં જ પ્રસુતિની પ્રસવ પીડા ઉપડતાં જાણવા મળ્યું કે તે સગર્ભા ને તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે એમ છે જે થી છકડો રીક્ષા માંજ પ્રસુતિ કરવાની ફરજ પડી અને વિક્ટર 108 ની ટીમ દ્વારા છકડો રિક્ષા મા પ્રસૂતિ કરાવવા ની ફરજ પડે છે, જે થી 108 ના ઇ.એમ.ટી. શફિમહમદ ગાહા અને પાયલોટ ચિંતન દવે એમ 108 ની ટીમ ની સૂજબુજ અને સમયસૂચતાથી મહિલાની સામાન્ય તપાસ કરી તેના વાઇટલ અને ઑક્સિજન ચેક કરી છકડો રીક્ષા માંજ સફળતા પૂર્વક સવારે 08:30 કલાકે ડિલિવરી કરાવવામાં આવે છે
તેમજ ઉપરી ફીઝિશિયન ડોક્ટર કૃષ્ણા મેડમ સાથે વાતચીત કરી તેમની સલાહ સૂચના મુજબ જરૂરી દવાઓ અને જરૂરી સારવાર આપી પ્રસૂતિ કરાવવામાં સફળતા મળી હતી. ડિલિવરી બાદ તપાસ કરતા માતા અને બાળક ના દરેક વાઇટલ પેરામીટર, ઓક્સિજન તેમજ અપગર જેવી દરેક તપાસ કરી અને બાળક સારી રીતે રડતું હતું. પરંતુ માતા ને ચક્કર આવતાં હતાં અને પેટમાં દુઃખાવો જેવી તકલીફ જણાય રહી હતી જેથી ઉપરી ડોક્ટર ની સલાહ મુજબ જરૂરી ઈન્જેકશન અને સારવાર ચાલુ કરવામાં આવી જેથી માતા અને બાળક બંને સ્વસ્થ હતા પરંતુ ડિલિવરી બાદ તેમને હોસ્પિટલ માં દાખલ થવું જરૂરી હતું જે થી ઇ.એમ.ટી. શફિમહમદ અને પાયલોટ ચિંતન દવે દ્વારા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે સલામતી પૂર્વક દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ આવી સરાહનીય કામગિરી કરવા બદલ 108 પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને 108 ના અમરેલી જિલ્લા અધિકારી અમાનતઅલી નકવી દ્વારા આવી ઉત્ક્રુષ્ટ કામગિરી બદલ બિરદાવવામાં આવ્યા હતા..