અંબરિષ ડેર કોંગ્રેસને કરશે રામ રામ? ઘાટ ઘડાયો ગુજરાતના રાજકારણની સૌથી મોટી ખબર,
અમરીશ ડેર કેસરીયા કરશે ?
સૂત્રો પાપ્ત માહિતી મુજબ અંબરિષ ડેર કોંગ્રેસમાંથી એક-બે દિવસમાં રાજીનામું આપી શકે છે. જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ જોડાશે તેવું પણ નક્કી હોવાની ચર્ચા છે. અગાઉ પણ અમરીશ ડેર ભાજપમાં જોડાવવાની ચર્ચા થઈ હતી. જો કે, આપને જણાવીએ કે, અયોધ્યા રામ મંદિર મામલે પણ તેમણે નેશનલ કોંગ્રેસ નેતૃત્વનો વિરોધ કર્યો હતો.
લોકસ઼ભા ચુંટણી ૨૦૨૪:
કોંગ્રેસ નેતા અંબરિષ ડેર કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ શકે છે, તેઓ વર્ષ ૨૦૧૭ માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના પક્ષને મજબૂત કરવા માટે રાજકીય સમીકરણો ગોઠવી રહ્યાં છે. ત્યારે ભાજપ ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજ માંથી નવો ચહેરો ઉતારી શકે છે. ભાજપે એક મજબૂત નેતાને ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરવા કહી દિધું હોવાનું રાજકિય વર્તુળ માંથી જાણવા મળ્યું છે. આ રાજકિય ગણીતના ફેરફારની અસર અમરેલી જીલ્લામાં પડી શકે છે, જેનાથી કોંગ્રેસ નેતા અંબરિષ ડેર માટે ભાજપમાં જોડાવો માર્ગ મોકળો થયો છે.
કોણ છે અંબરિષ ડેર ?
અમરીશ ડેર વર્ષ ૨૦૧૭ માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરાભાઈ સોલંકીને ધારાસભ્ય બન્યા હતા. જ્યારે ૨૦૨૨ ની ચૂંટણીમાં અંબરિષ ડેરનો હિરાભાઇ સોલંકી સામે પરાજય થયો હતો.