- વિદેશી દારૂની 1139 બોટલો કરી જપ્ત
- 4 આરોપીઓની ધરપકડ, 5 ફરાર
- કાર સહિત કુલ 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ 1139 વિદેશી દારૂની બોટલ સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બૂટલેગરો સામે પોલીસ એક્શનમાં
અવાર-નવાર અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો બૂટલેગરો પ્રયત્ન કરતા હોય છે. આવા બૂટલેગરો સામે પોલીસે લાલઆંખ કરી છે. જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં બૂટલેગરો બેફામ બન્યા છે. કોઇ પણ કિમ્યા દ્વારા દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ પોલીસ બૂટલેગરને લઇ સતર્ક થઇ ગઇ છે. આજ રોજ નરોડામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડ્યા હતા. જેમાં માછલી સર્કલ પાસેથી દારુનું કટિંગ ઝડપાયું હતું.
પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 1139 વિદેશી દારૂની બોટલ સહિત કુલ 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિદેશી દારૂની બોટલો સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી અને મુખ્ય આરોપી કિરીટ પરમાર સહિત 5 આરોપીઓ ફરાર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.