Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

અમદાવાદ: IPL 2023ની ફાઈનલ મેચમાં વરસાદનું વિઘ્ન

  • ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો
  • આજે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
  • નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમવાની છે IPLની ફાઈનલ મેચ

IPL 2023ની ફાઈનલને મેચમાં વરસાદનું વિઘ્ન જોવા મળે તેમ છે. જેમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો છે. આજે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં IPLની ફાઈનલ મેચ રમવાની છે.

અરબી સમુદ્ર તરફથી ભેજ આવવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો

સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉ.ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે. તાપમાન નીચું હોવા છતાં ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી ભેજ આવવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારથી આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તાર તેમજ કચ્છમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

પ્રતિકલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સાથે પ્રતિકલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. શુક્રવારે મોડી સાંજે અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડયાં હતા. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ રવિવારના રોજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હળવો વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છ પંથકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવી જ રીતે સોમવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં તેમજ મંગળવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સાથે સાથે તેજ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

અમરેલીમાં વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ

અમરેલીમાં વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયુ છે. તેમજ જાફરાબાદના માછીમારોને દરિયામાંથી પરત બોલાવ્યા છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જેમાં 700 જેટલી બોટ સાથે માછીમારો પરત ફર્યા છે. આવતા દિવસોમાં માછીમારોને દરિયો ખેડવાની સિઝન પૂર્ણ થાય તે પહેલાં અગાઉ માછીમારો વતન આવ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles