- બાબાના દરબારમાં ગણતરીના લોકો જ આપી શકશે હાજરી
- મોટી સંખ્યમાં લોકોની ભીડ એકત્રીત નહીં થઈ શકે
- ચાણક્યપુરી ગ્રાઉન્ડ નાનું હોવાથી ભીડ ભેગી ન થાય
બાબા બાગેશ્વરના અમદાવાદ મુલાકાતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બાબાના દરબારમાં ગણતરીના લોકો જ હાજરી આપી શકશે. તેમાં મોટી સંખ્યમાં લોકોની ભીડ એકત્રીત થઈ શકશે નહી. તેમાં ચાણક્યપુરી ગ્રાઉન્ડ નાનું હોવાથી ભીડ ભેગી ન થાય તેનું ધ્યાન રખાશે.
તંત્રએ અયોજકને 2000ની પરવાનગી આપી
આયોજકો અને તંત્ર વચ્ચે વાટાઘાટ થઇ રહી છે. જેમાં તંત્રએ અયોજકને 2000ની પરવાનગી આપી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેમજ દિવ્ય દરબારમાં ગણતરીના લોકો જ આવી શકશે. તથા બે દિવસ અમદાવાદમાં બાબા બાગેશ્વર રોકાણ કરશે. તથા બાબાના દિવ્ય દરબારના શિડયુલમાં મોટો ફેરફાર થયો છે. જેમાં બાબાની અમદાવાદમાં વધુ એક સ્થળે પધરામણી છે. તેમાં બોપલમાં પ્રવીણ કોટકના ઘરે બાબા પધરામણી કરશે.
પ્રવીણ કોટક સાથે બાબા બાગેશ્વર અંબાજી દર્શન કરવા જશે
પ્રવીણ કોટક સાથે બાબા બાગેશ્વર અંબાજી દર્શન કરવા જશે. જેમાં હેલિકોપ્ટર દ્વારા બાબા બાગેશ્વર અંબાજી જશે. ગુજરાત પ્રવાસે પહોંચેલા બાબા બાગેશ્વર બનાસકાંઠા અંબાજી દર્શનાર્થે પહોંચે તેવી શક્યતા છે. 28મીના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે 8 વાગે સુરતથી અમદાવાદ આવશે. સવારે 10.30 કલાકે અમદાવાદથી દાતા હેલીપેડ જશે. ત્યાથી સવારે 11.30 કલાકે દાતા હેલીપેડથી અંબાજી મંદિર પહોંચશે.
બાબા બાગેશ્વર બપોરે 12.15 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ બપોરે 1 વાગ્યે અંબાજીના ઇસ્કોન અંબેવેલીમાં બાબા વિશ્રામ લેશે. બપોરે 3 કલાકે અંબાજીથી અમદાવાદ આવવા બાબા રવાના થશે. ત્યાર બાદ 28મેના રોજ અમદાવાદમાં ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ત્યાં બાબા બાગેશ્વર રોકાણ કરવાના છે, જેની માટે પણ અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28 મેના દિને ઝૂંડાલા પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાશે. 29 અને 30મેના રોજ પણ પ્રવીણ કોટકને ત્યાં રોકાણ કરે તેવી શક્યતા છે.