- ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ
- આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ચલાવી હતી લૂંટ
- રૂ.30 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
અમદાવાદના નવરંગપુરમાં 28 એપ્રિલે લૂંટની ઘટના બની હતી. લૂંટારાઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 50 લાખની લુંટ કરી હતી. આખરે LCBએ બે આરોપીની ધકપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રૂ.30 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
અમદાવાદમાં લૂંટના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં પોલીસ એક્શનમાં આવી ગઇ છે. LCBએ 28 એપ્રિલે આંગડિયા પેઢીના કર્મચારી પાસે થી લુંટ ચલાવી હતી. જેને લઇ આંગડિયા પેઢીના કર્મચારીઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને પગલે LCBએ 2 આરોપીને દબોચી લીધા છે. આરોપી પાસેથી કુલ રૂપિયા 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે અન્ય ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે.