- અજાણ્યા શખ્સોએ યુવકની કરી હત્યા
- મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
- વિગતો મળવા છતા પોલીસે કામ ન કર્યાના આક્ષેપ
અમદાવાદ શહેર દિવસેને દિવસે ક્રાઇમસીટી બનતું જાય છે રોજ-બરોજમાં હત્યા, ચોરી, લૂંટના બનાવો વધવા લાગ્યા છે. તેવામાં અમદાવાદના મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવનગર રોડ પર રબારીવાસમાં સામાન્ય બોલાચાલી બાદ અજાણ્યા શખ્સો દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકનું મોત નિપજ્યું હતું.
સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા
મળતી માહિતી મુજબ મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવનગર રોડ પર રબારીવાસમાં અજાણ્યા શખ્સે યુવકને બોલાવ્યો હતો. અજાણ્યા શખ્સોએ યુવક સાથે માથાકૂટ કરી હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર થઇ ગયો હતો, જેમા યુવક પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજનોને થતા મૃતકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. હત્યાની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
સમગ્ર ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ આરોપીની તમામ વિગતો અને લોકેશન આપ્યા છતા પોલીસે કોઇ કાર્યવાહી નથી કરીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મૃતક યુવકના પરિવારજનોએ પોલીસની કામગીરીને લઇ રોષ જોવા મળી રહ્યો હતો. મૃતકના પરિવારજનોનું કહેવું છેકે, આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહી આવે. પોલીસને આરોપીઓની તમામ વિગતો અને સાથે લોકેશન આપ્યું છે છતા પોલીસે આરોપી વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નથી કરીના આક્ષેપો લગાવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.