- 2 દિવસ પહેલા નવો બનાવ્યો હતો રોડ
- ગત વર્ષે 50થી વધુ ભૂવા પડ્યા હતા
- ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ
હજુ ચોમાસું શરૂ પણ થયુ નથી ત્યાંતો ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં ભુવો પડ્યો હતો. હજુ વરસાદ પડ્યો પણ નથી ત્યા રસ્તાઓની આવી હાલત થઇ છે. તો ચોમાસામાં અમદાવાદના રસ્તાનું શું હાલ થશે. 2 દિવસ પેહલા જ નવા બનાવેલ રોડ પર ભૂવો પડ્યો છે. તંત્રની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ચોમાસા પહેલા ભૂવા પડવાનું શરૂ
અમદાવાદમાં હજૂ શરૂઆત પણ નથી થઇ ત્યા રોડ-રસ્તાઓ ખરાબ થવા લાગ્યા છે. તંત્રની કામગીરી પર સ્થાનિકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની હાલત ખુબજ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. જો વાત કરવામાં આવે વિરાટનગર વિસ્તારની તો હજુ વરસાદ શરૂ પણ નથી થયો અને ભૂવો પડવાનું શરૂ થઇ ગયુ છે. AMCની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક વાર રસ્તાઓ બનાવવામાં આવે છે. પરુંતું આવી હાલત કેમ થાય છે. 2 દિવસ પહેલાજ આ નવો રોડ બન્યો હતો, પણ 2 દિવસની અંદરજ રોડના મધ્યમાં ભૂવો પડ્યો છે.
તંત્રની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ
અમદાવાદમાં વરસાદ પડે એટલે પાણી ભરાવાની સમસ્યા વધે છે. પણ સાથો સાથ ચોમાસા પહેલા જ રોડ-રસતાનું કામ કરવામાં આવે છે. દરેક રોડની ચકાસણી પણ કરવામાં આવે છે. જોકે રસ્તા પર ભૂવો પડવો અને રસ્તા ધોવાઇ જવાએ હવે આમ બાબત થઇ ગઇ છે. ગત વર્ષે ચોમાસામાં નાના મોટા 50 થી વધુ ભૂવા પડ્યા હતા. આ વર્ષે વગર વરસાદે ભૂવા પડવાની શરૂવાત થઇ ગઇ છે. સ્થાનિકો તંત્રની બેદરકારીને લઇ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.