- 5 જૂને મુખ્યમંત્રી આપશે નવા બસ ટર્મિનલની ભેટ
- લાલદરવાજા AMTS બસ સ્ટેન્ડની કાયાપલટ
- લાલદરવાજા બસ ટર્મિનલ હેરિટેજ લુક વાળું બસ સ્ટેન્ડ બન્યુ
અમદાવાદના શહેરીજનોને નવી ભેટ મળશે. મુખ્યમંત્રીના હસ્તે લાલદરવાજા બસ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 5 જૂને મુખ્યમંત્રી નવા બસ ટર્મિનલની ભેટ આપશે. તેમજ અમદાવાદમાં લાલદરવાજા AMTS બસ સ્ટેન્ડની કાયાપલટ થઇ છે.
મુખ્યમંત્રીના હસ્તે લાલ દરવાજા બસ ટર્મિનલનું લોકપર્ણ કરાશે
લાલદરવાજા બસ ટર્મિનલ હેરિટેજ લુક વાળુ બસ સ્ટેન્ડ બનીને તૈયાર થયુ છે. 5 જૂને શહેરીજનોને નવી ભેટ મળશે. તેમજ શહેરીજનોને નવું બસ ટર્મિનલ મળશે. વર્ષોથી લાલ બસોના નામથી ઓળખાતું બસ સ્ટેશન એટલે લાલ દરવાજા છે. તેમાં શહેરિજનોને વધુ એક નવું નજરાણું મળશે. તથા લાલ દરવાજા ખાતે હેરિટેજ લુક વાળુ બસ સ્ટેન્ડ બન્યુ છે. મુખ્યમંત્રીના હસ્તે લાલ દરવાજા બસ ટર્મિનલનું લોકપર્ણ કરાશે.
2019માં મંજુર થયેલી દરખાસ્ત બાદ કામગીરી ચાલી
નવા બસ ટર્મિનલની ભેટ શહેરીજનોને મુખ્યમંત્રી આપશે. અમદાવાદમાં લાલદરવાજા AMTS બસ સ્ટેન્ડની કાયાપલટ થઇ છે. શહેરમાં દોડતી લાલ બસનો અમદાવાદ સાથે જુનો સંબંધ છે. 2019માં મંજુર થયેલી દરખાસ્ત બાદ કામગીરી ચાલી રહી છે. બસ સ્ટેન્ડ પાસે હેરિટેજ ઇમારત હોવાથી આર્ક્યોલૉજી વિભાગની પરવાનગી 2 વર્ષે મળી હતી.