- નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ટિકિટની કાળા બજારી
- ચાંદખેડા પોલીસે 15 ટિકિટ સાથે બે યુવકોની કરી ધરપકડ
- અમન શાહ અને સચિન ગારવે નામના યુવકની ધરપકડ
અમદાવાદમાં IPL ક્રિકેટની ફાઇનલની ટિકિટની કાળા બજારી સામે આવી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ટિકિટની કાળી બજારી જોવા મળી છે. તેમાં ચાંદખેડા પોલીસે 15 ટિકિટ સાથે બે યુવકોની ધરપકડ કરી છે.
અન્ય કાળા બજારી કરતા લોકોમાં ફફટાડ વ્યાપી ગયો
જેમાં રૂપિયા 3000ની ટિકિટ રૂપિયા 9000 અને રૂપિયા 2500ની ટિકિટ રૂપિયા 5000માં વેચતા હતા. તેમાં પોલીસે અમન શાહ અને સચિન ગારવે નામના યુવકની ધરપકડ કરી છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ટિકિટની કાળા બજારી કરતા યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં આઇપીએલ ફાઇનલની ટીકીટની કાળા બજારી કરતા બે યુવકો સામે કાર્યવાહી તથા અન્ય કાળા બજારી કરતા લોકોમાં ફફટાડ વ્યાપી ગયો છે.
ચાંદખેડા પોલીસે 15 ટિકિટ સાથે બે યુવકોની ધરપકડ કરી
રૂ.૩૦૦૦ની ટીકીટ રૂપિયા 9૦૦૦માં અને રૂપિયા 25૦૦ની ટીકીટ રૂપિયા 5૦૦૦માં વેચતા યુવકો રંગે હાથ ઝડપાયા છે. તેમાં ચાંદખેડા પોલીસે 15 ટિકિટ સાથે બે યુવકોની ધરપકડ કરી છે. અમન શાહ અને સચિન ગારવે નામના યુવકની પોલીસે ધરપકડ કરી ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.