Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

અમદાવાદમાં આજે પહેલીવાર ભગવાન પહેલા રથ નીકળશે નગરચર્યાએ

  • આ વર્ષે પહેલી વાર નવા રથ હોવાથી થશે ટ્રાયલ
  • ભગવાન જગન્નાથની 146મી નીકળશે નગરયાત્રા
  • નાથની નગરયાત્રાની જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ

અમદાવદામાં 146મી રથયાત્રાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પહેલી વખત નવનિર્મિત રથનું રિહર્સલ કરવામાં આવશે. એટલું જ નહીં આ પ્રકારે સંપૂર્ણ રૂટ પર ખલાસી બંધુઓ દ્વારા રથનું રિહર્સલ કરવામાં આવશે. ખાસ તો નવા રથનાં સ્ટેરીંગની ચકાસણી કરવામાં આવશે. નવા રથનું મંદિર પ્રશાસન,ખલાસીઓ સહિત રથનું રિહર્સલ કરશે.

ખાસ વાત એ છેકે અમદાવાદ રથયાત્રાના નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેને રથયાત્રામાં રૂટ પર આવતી ગલીઓમાં રથ વળશે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. અને જો કોઈ જો કોઈ ક્ષતિ હોય તો રથયાત્રા પહેલા તેમાં સુધારો કરવામાં આવશે. તેમજ તેમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ક્ષતિ જોવા મળશે તો તેમાં સુધારો કરવામાં આવશે.

28 દિવસ પહેલાં ટ્રાયલ રન

રથયાત્રાને માત્ર 28 દિવસ બાકી છે ત્યારે તમામ તૈયારીઓનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની સાથે અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. આ વખતે 146મી રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાનના રથ હોય છે. જોકે દર વર્ષે પુરીમાં ભગવાનના રથનું નિર્માણ થતું હોય છે. પરંતુ 72 વર્ષ બાદ અમદાવાદના રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ખાસ નોંધનીય બાબત છેકે, મંદિરની પરંપરા પ્રમાણે નવા રથની સાઈઝ છે. રથ નિર્માણ માટે સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવશે. રથ બનાવવામાં અંદાજી ચાર મહિના જેટલો સમય લાગશે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

જૂના રથ કરતાં નવા રથમાં કેટલો ફેર હશે ?

જૂના રથ કરતા નવા રથમાં થોડો ફેરફાર કર્યા છે. નવા રથ એકવાર બન્યા પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણે મજબૂતાઈથી બનાવવામાં આવી રહ્યા છે. ત્રણે રથની થીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે. બીજા રથ સુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવવામાં આવશે ત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવવામાં આવશે. જુના રથ કરતા નવા બનનારા ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે અને રચનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

કેટલા ઘન ફૂટ લાકડાનો થશે ઉપયોગ

ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું જ્યારે 150 ઘનફૂટ સીસમનું લાકડું ઉપયોગમાં લેવાશે. રથના પૈડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ થાય છે. જે સખત અને ટકાઉ હોય છે. જેની પણ કાળજી રાખવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles