- છાતીમાં દુ:ખાવો થતા તાત્કાલિક મદદ કરી હોસ્પિટલ મોકલ્યા
- કાલુપુર સર્કલ નજીક બનાવ બન્યો ત્યારે ટ્રાફિક પોલીસે મદદ કરી
- પોલીસને મળેલી CPR ટ્રેનીંગથી વ્યક્તિનો જીવ બચ્યો
અમદાવાદમાં ટ્રાફિક પોલીસે CRP નો ઉપયોગ કરીને એક્ટિવા ચાલકનો જીવ બચાવીને માનવતા મહેકાવી છે. આજે બપોરના સમયે અમદાવાદમાં એક વ્યક્તિને ગાડી ચલાવતા સમયે છાતીમાં દુ:ખાવો થયો હતો જે પછી રસ્તાની બાજુમાં હાજર ટ્રાફિક પોલીસ જવાને તાત્કાલિક જીવ બચાવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ, એક્ટિવા ચાલકને કાલુપુર સર્કલ નજીક અચાનક છાતીમાં ખુબજ દુ:ખાવો થતા જેઓએ ચોકી પાસે આવી પોલીસને જાણ કરી કે મને છાતીમાં ખુબજ દુ:ખાવો થાય છે. જેથી કાલુપુર સર્કલ પર હાજર પોલીસના જવાનોએ CPR આપી તે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.
આ પછી તાત્કાલિક 108 ને બોલાવવામાં આવી હતી. જે પછી 108 ના ડૉક્ટરોએ તેને વધુ સારવાર આપી હતી. આ બાદ 108 દ્વારા હાર્ટમાં દુખાવો ઉપડેલ વ્યક્તિ મો.રફીક અબ્દુલ હમિદ શેખને સારદાબેન હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેઓના ભાઈ ચોકી ખાતે આવી એક્ટિવા લઇ ગયા અને જણાવેલ કે રફીકભાઇને હવે સારું છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણાં સમયથી પોલીસ જવાનોને CPR ની ટ્રેનિંગ આપવામાં આવી છે. જેના કારણે આજે આ વ્યક્તિનો તાત્કાલિક જીવ બચાવવામાં સફળતા મળી શકે છે. અત્રે નોંધનીય છેકે પોલીસ જવાનની સતર્કતા અને CPR માટેની તાલીમ ખૂબજ કામ લાગી છે.