- બાબા બાગેશ્વરના દરબારમાં વરસાદ વિઘ્ન બન્યો છે
- ઓગણજમાં યોજાનાર 29-30 તારીખનો કાર્યક્રમ રદ થયો
- ગઈકાલે વરસેલા વરસાદથી ગ્રાઉન્ડ પાણી-પાણી થયુ
અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન થશે નહિ. જેમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર રદ્દ થયો છે. તેમાં ઓગણજમાં યોજાનાર 29-30 તારીખનો કાર્યક્રમ રદ થયો છે. ભારે વરસાદને કારણે નિર્ણય લેવાયો છે. જેમાં બાબા બાગેશ્વરના દરબારમાં વરસાદ વિઘ્ન બન્યો છે.
ગઈકાલે વરસેલા વરસાદથી ગ્રાઉન્ડ પાણી-પાણી થયુ
ઓગણજ રીંગ રોડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો હતો. જેમાં ગઈકાલે વરસેલા વરસાદથી ગ્રાઉન્ડ પાણી-પાણી થયુ છે. આજે દરબાર છતા વરસાદના કારણે કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. જેમાં આજે અને આવતીકાલે દિવ્ય દરબારનું આયોજન થયુ હતુ જે રદ કરવામાં આવ્યુ છે. જેમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને ભક્તો પહોચ્યા છે. તથા રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા વિરોધ થયો છે. જેમાં અજાણ્યા શખ્સોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના બેનરો ફાડ્યા છે.
રામાપીર ચોકડી નજીક બેનર ફાડવામાં આવ્યા
રામાપીર ચોકડી નજીક બેનર ફાડવામાં આવ્યા છે. જેમાં રાજકોટમાં 1 અને 2 જૂને બાબાનો દરબાર યોજાવાનો છે. જોકે બેનર ફાડવા અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રી માટે ભવ્ય સ્ટેજ બનાવાશે. તેમાં 60 ફૂટ પહોળો સ્ટેજ બાંધવામાં આવી રહ્યો છે. તથા નીચે બેસી ન શકનાર લોકો માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા 3 જૂને નવલખી મેદાનમાં બાબાનો દરબાર યોજાશે.
CM અને ગૃહમંત્રીને આંમત્રણ આપવા આયોજકો ગાંધીનગર જશે
બાબા બાગેશ્વરના દરબાર માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. CM અને ગૃહમંત્રીને આંમત્રણ આપવા આયોજકો ગાંધીનગર જશે. તેમજ મધ્ય ગુજરાતના તમામ સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આમંત્રિત કરાશે. તથા દરબારમાં 15 હજાર ખુરશીઓ માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું હતું.